ઝી બ્યુરો/મહેસાણા: પાટીદાર સમાજના કૂળદેવી મા ઉમિયાના ભવ્ય મંદિરો ગુજરાતભરમાં પથરાયેલા છે તેનાથી વધુ ભવ્ય મંદિરોનું નિર્માણ આગામી દિવસોમાં વિદેશોમાં થવા જઇ રહ્યું છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. મા ઉમિયાની પ્રતિમાની સિડનીમાં સ્થાપના થશે. જી હા...ઊંઝા ઉમિયા માતાજી મંદિરેથી પ્રતિમા લઈ ઓસ્ટ્રેલિયાના સિડની લઈ જવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં મા ઉમિયાની પધરામણી થશે. માણસાના દેલવાડાનો પાટીદાર પરિવાર ઊંઝા ઉમિયા માતાજી મંદિરેથી પ્રતિમા લઈ સિડની જશે. પંચધાતુથી નિર્મિત પ્રતિમાની ઉમિયા માતાજી મંદિર ખાતે પૂજા કરાઈ હતી. પ્રતિમાની પૂજા હવન કરી પ્રતિમા સિડની લઈ જવાશે. 


USના 3 રાજ્યમાં મા ઉમિયાનું મંદિરનું નિર્માણ થશે
મહત્વનું છે કે આવનાર દિવસોમાં વિશ્વઉમિયાધામના સહયોગથી અને અમેરિકામા વસતા પાટીદાર સમાજ એવમ્ ગુજરાતી સમાજના નેતૃત્વમાં ત્રણ શહેરમાં મા ઉમિયાનું મંદિર બનશે. આ ઉપરાંત વિશ્વઉમિયાધામ દ્વારા મિશિનગન, કેન્સાસ અને સિકાગો સ્ટેટમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં અમેરિકામાં વસતા 1000થી વધારે પરિવારો જોડાયા હતા. USA ઈન્ડિયાનાપોલીસ ચેપ્ટર સ્નેહમિલનમાં વાત કરતા પ્રમુખ આર.પી.પટેલે સંસ્થાના વીઝન અને મીશનથી સૌને માહિતગાર કર્યા હતા. સંસ્થાના વીઝન અને મીશનથી પ્રેરાઈને ઉપસ્થિત સર્વેજનો વિશ્વ ઉમિયાધામની વિચારધારા સાથે જોડાઈ મજબૂત સંગઠન બનાવવાની ભાવના પણ સૌમાં ઉજાગર થઈ.