ઓસ્ટ્રેલિયામાં પાટીદાર યુવતીનું મોત, બે મહિના પહેલા જ ભણવા માટે ગઈ હતી
Patidar Girl Death In Australlia : બે મહિના પહેલા જ ભણવા સિડની ગયેલી ગુજરાતની દીકરીનું અકસ્માતમાં મૃત્યુ, જાણો સમગ્ર વિગત
Gujarati In Australlia : એક તરફ વિદેશ જવા ગુજરાતીઓ તલપાપડ બની રહ્યાં છે, તો બીજી તરફ વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે વિદેશની ધરતી જીવલેણ બની રહી છે. ચાર દિવસ પહેલા જ અમદાવાદના જાણીતા બિલ્ડરના પુત્રનું અમેરિકામાં ડૂબી જવાથી મોત થયું હતું. તો ચાર દિવસ ઓસ્ટ્રેલિયામાં પાટીદાર યુવતીનું મોત નિપજ્યું છે. મૂળ ગુજરાતની રિયા પટેલ હજુ બે મહિના પહેલાં જ ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયાના સીડનીમાં ગઇ હતી. રિયા પટેલ તેના મિત્રો સાથે સિડનીથી વોલોન્ગોંગ બાય રોડ જઇ રહી હતી ત્યારે ડ્રાઇવરે કાર પરથી કાબુ ગુમાવતા કાર આખી ઉંધી વળી ગઇ હતી અને તેમાં રિયાનું મોત થયું હતું. તેના આકસ્મિક નિધનથી ગુજરાતમાં રહેતા તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
બે મહિના પહેલા જ સીડની ગઈ હતી
20 વર્ષની રીયા પટેલ બે મહિના પહેલા જ ગુજરાતથી સીડની ગઈ હતી. તે અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગઈ હતી અને તેના પિતરાઈ ભાઈ શૈલેષ પટેલ સાથે રહેતી હતી. 16 એપ્રિલના રોજ તે બપોરે મિત્રો સાથે સીડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી. ત્યારે તેની કારના ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. જ્યાં વિલ્ટન પિકટન રોડ પાસે તેની કાર ઊંધી વળી ગઈ હતી. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, અક્સમાતમાં રીયા અને અન્ય મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી, પરંતુ રીયાનું મોત નિપજ્યુ હતું.
અમેરિકામાં બે ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે મોટી ઘટના ઘટી, લેકમાં ડૂબ્યા બાદથી નથી કોઈ અતોપતો
પિતરાઈએ મદદ માંગી
રીયાના મૃતદેહને વતન લાવવા માટે તેના પિતરાઈ ભાઈ શૈલેષ પટેલે, જેઓ ન્યૂ સાઉથ વેલ્સમાં રહે છે, તેમના દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવ્યુ હતું. માતા-પિતાની વિનંતી મુજબ ગુજરાતી અને ભારતીય સમુદાયના પ્રતિનિધિ અને મિત્રો સાથે રીયાના મૃતદેહને ભારત પરત મોકલવા માટે હાલ કામગીરી કરવામાં આવી રહી છે. શૈલેષે કહ્યું કે આ ફંડ રેઈઝ કરી તેમના દ્વારા રીયાના પરિવારને તેની સ્ટુડન્ટ લોન અને અન્ય પરચુરણ ખર્ચાઓને કવર કરવા માટે પણ મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં ભણતા બે ગુજરાતી વિદ્યાર્થીઓ સ્થાનિક મોનેરો લેકમાં ડૂબ્યા છે. ઇન્ડિયા યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ શનિવારના રોજ મોનેરો લેકમા ગુમ થયા છે. જેમની ઓળખ ગુજરાતી વિદ્યાર્થીઓ તરીકેની થઈ છે. બે દિવસથી સ્થાનિક પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પરંતુ લેટેસ્ટ અપડેટ અનુસાર, ખરાબ હવામાનને કારણે તેમની શોધખોળમાં તકલીફો આવી રહી છે. હજી સુધી તેમના મૃતદેહો મળ્યાં નથી.
નરોડા ગામ હત્યાકાંડમાં આજે આવશે ઐતિહાસિક ચુકાદો, 11 લોકોને જીવતા સળગાવાયા હતા