તેજશ મોદી/સુરત: પાટીદાર આંદોલન અને આંદોલનકારીઓને લઇ સુરતના જોઈન્ટ સીપીનું વિવાદી નિવેદન સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં સુરતના જોઈન્ટ પોલીસ કમિશ્નર છે હરેકૃષ્ણ પટેલનાં ચાર વિડીયો વાઈરલ થયા છે. 
ભાવનગરના પાટીદારોના આયોજિત એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું. પટેલના નિશાના પર પાટીદાર આંદોલનકારીઓ હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું હતું કે, હાલમાં પાણી માથા પરથી જઈ રહ્યું છે, તમે સાચી માહિતીથી માહિતગાર કરવા પડશે, તેની શરૂઆત મારે કરવી પડે તે જરૂરી છે, આ વાત કોઈ એક જીલ્લા કે તાલુકા, શહેર ના નહીં પણ તમામ પાટીદાર માટેની છે. જે બધાને નડતું હોય તેના પર ઉશ્કેરવા લોકોને સરળ હોય છે જેવી રીતે હાલમાં ખેડૂતો અને પાણીનો મુદ્દો વગેરે છે, જેથી ખેડૂતો આંદોલનમાં જોડાય જાય. જોકે અનામત મૂળ મુદ્દો હતો, પરતું એવા લોકોના હાથમાં આંદોલન છે, જેને આગળ પાછળનું કઈ ભાન નથી, શું થઇ રહ્યું છે તેની ખબર પડતી નથી, ત્યારે હું ચોક્કસ માનું છું કે દુર્ઘટના નિશ્ચિત છે.
 
વધુમાં તેમને એમ પણ કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં ઘણું બધું વાઈરલ કરાય છે, ત્યારે મહિલાઓ પણ સોશિયલ મીડિયાને કારણે બીજા જેવું આંધળું અનુકરણ કરે છે. જે યોગ્ય નથી, તમારે પણ વિચારવું જોઈએ, આ આંદોલનનો સાચો હેતુ હોય તેવું દેખાતું નથી, સમાજના વડીલો જો તમે ધ્યાન નહીં રાખો તો આ લોકો તમને નડશે. થોડા દિવસ અગાઉ સરથાણા પોલીસ મથકમાં એક કરોડ રૂપિયા ધમકાવીને માંગણી કરનારા લોકોને પકડવામાં આવ્યા હતા, પરતું  કેટલાક લોકો આ ટપોરીઓને બચાવવા ગયા હતાં, તે કેટલું યોગ્ય છે.


હાર્દિક પટેલ માંડશે પ્રભુતામાં પગલા, અઠવાડિયામાં જ કરશે લગ્ન


પટેલે સમાજ અંગે સવાલ પૂછતા જેસીપી હરેકૃષ્ણ પટેલે કહ્યું હતું કે ત્રણ ચાર વર્ષ પહેલા પટેલોનું કેટલી સ્વીકૃતિ હતી તે બધાને ખબર છે, પહેલા એક સમય હતો કે બધી જાતી અને જ્ઞાતિના લોકો પટેલોને સ્વિકારતા હતા, પરતું અત્યારે એવી હાલત છે કે પટેલેની વિરુદ્ધ બધી જ્ઞાતિ અને જાતિના લોકો થયા છે, પટેલે કોઈ બીજી જ્ઞાતિનું કશું બગાડ્યું નથી પરતું કેટલાક લોકો સમાજના નામે હીરો બનવા નીકળ્યા છે અને તેઓ પટેલોનું બગાડી રહ્યા છે.


આ પૂર્વ રણજી ક્રિકેટર વિશ્વમાં ફરી 11 વર્ષમાં ફ્રીમાં વહેચી 1000 ‘ક્રિકેટ કીટ’


લોકોને સમજાવવાનો પ્રયાસ હતો
પોતાના નિવેદન અંગે હરેકૃષ્ણ પટેલે ટેલીફોનીક વાતચીતમાં કહ્યું હતું કે મારો ઉદ્દેશ સમાજને સાચી વાત અને સમજણ આપવાનો હતો, જે ઘટના બની હતી તેમાંથી સમાજ સાચી વાત જાણે તે પણ જરૂરી છે, મેં કોઈની સામે સીધા આક્ષેપ કર્યા નથી, પરતું સમાજના લોકોને હકીકતથી વાકેફ કર્યા હતા.


રાજકોટ: 30 હજારમાં નકલી MBBSનું સર્ટી લઇ સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપાયો


જે કર્યું તે બોલ્યા છે
જેસીપી હરેકૃષ્ણ પટેલના નિવેદન પર પાસ નેતા ધાર્મિક માલવિયાએ નીવેડાન આપતા કહ્યું હતું કે પાટીદારો આંદોલનકારીઓ પર આરોપ લગાવી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, સમાજના મંચ પરથી આવી વાતો ન કરાય તે એક અધિકારી તરીકે તેમને સમજવું જોઈએ, તેમના નિવેદનો પરથી એવું લાગે છે, કે તેમને જે કર્યું છે તે જ તેઓ બોલ્યા છે, ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કેવી રીતે કરે છે તે તેમના નિવેદનથી સાબિત થાય છે, તેમની નોકરી પૂરી થવા આવી છે, ત્યારે એક્સ્ટેન્શન મેળવવા આ પ્રકારના નિવેદનો કરાયા હોય તેવું લાગી રહ્યું છે.