Khodaldham ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના કાગવડમાં આવેલું પાટીદારોનું ખોડલધામ આજે તેના સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આજે ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને ધારાસભ્યો હાજરી આપશે. ખોડલધામમાં આજે ધ્વજારોહણ કરવામાં આવશે. અનાર પટેલ સહિત નવા 40 થી વધુ ટ્રસ્ટીઓનો આજે ખોડલધામમાં સમાવેશ કરાયો છે. ખોડલધામ ટ્રસ્ટનાં પ્રથમ મહિલા ટ્રસ્ટી તરીકે અનારબેન પટેલ જોડાયા છે. તો 40થી વધુ ટ્રસ્ટીઓને ખોડલધામનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વહેલી સવારથી જ ખોડલધામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામ પહોંચ્યા હતા. તેઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રીએ માં ખોડલને ધજા ચડાવી અને નરેશ પટેલે મુખ્યમંત્રીને માતાજીનો ખેસ પહેરાવ્યો હતો. આ ભવ્ય મહોત્સવમાં નિરમા ગ્રુપના કરશન પટેલ, કેડીલા ગ્રુપના માલીક, બિપિન પટેલ, કાળુભાઈ મોહનભાઇ ઝાલાવડીયા પણ જોડાશે. આ ઉપરાંત આજે સંસ્થા દ્વારા નવા પ્રકલ્પો લેવામાં આવશે. જેમાં રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે શૈક્ષણિક શંકુલ અને આરોગ્ય ભવન બનાવવામાં આવશે.


આ પણ વાંચો : 


ઓછી મહેનતમાં કરોડપતિ બનવાની ટ્રીક આ મહિલા પાસેથી શીખો, એક ખેતી કરીને થઈ ગયા માલામાલ


શરમ કરો! ભાજપના ધારાસભ્ય અને એક સમયના મંત્રી ભરાયા, સગીરાને પણ ના છોડી


આ વાંચીને લોકોનો ગુજરાત પોલીસ પરથી ભરોસો ઉઠી જશે : પોલીસ 30 બુટલેગરોના ખબરી બન્યા


[[{"fid":"421689","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"55.JPG","field_file_image_title_text[und][0][value]":"55.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"55.JPG","field_file_image_title_text[und][0][value]":"55.JPG"}},"link_text":false,"attributes":{"alt":"55.JPG","title":"55.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


આજે ખોડલધામમા યજ્ઞ, લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા લોકસંસ્કૃતિનું રસપાન કરાવવામાં આવશે. તો આજે ખોડલધામ ખાતે એક ભવ્ય સભાનું પણ આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે. મા ખોડલના મંદિર ખોડલધામમાં આજે મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના લોકો ઉમટશે. જેના કારણે ચાર હજારથી વધુ સ્વયંસેવકો અને પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે. દર્શને આવતા દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


સુમુલમાં થયું અમુલ જેવું, તાત્કાલિક 3 અધિકારીઓની હકાલપટ્ટી કરી