અમેરિકામાં ગુજરાતીનો દબદબો! અમેરિકાની ચૂંટણીમાં ઝંપલાવશે સુરતના આ પાટીદાર નેતા
America President Election : એનઆરઆઈ યોગી પટેલ મૂળ સુરતના જેઓ 20 વર્ષથી લોસએન્જલસમાં રહે છે, યોગી પટેલ પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે, અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે, જેમાં મૂળ સુરતના અમેરિકામાં સ્થાયી થયેલા યોગી પટેલ ચૂંટણી લડશે
Gujaratis In America : અમેરિકાના લોસએન્જલસમાં પોતાનું ઠેકાણુ બનાવનારા યોગી પટેલે કે જે છેલ્લા બે દાયકાથી વિદેશની ધરતી પર ગુજરાતી તરીકે પોતાનું, સમાજનું અને દેશનું નામ ઉજળુ કરી રહ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભારતીય મૂળના નીકિ હેલી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે દાવેદારી કરી રહ્યા છે.
અમેરિકામાં આગામી નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે ત્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર યોગી પટેલે અમેરિકામાં ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ તેઓએ વિકાસ માટે પોતે આખો મેપ જણાવ્યો હતો. જેમાં વિવિધ વર્ગો અને પાંસાઓને ધ્યાનમાં લીધા હતા.
અમેરિકા નવતર નીતિઓમાં અવ્વલ
40 વર્ષોમાં પ્રથમ વખત રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ અધિનિયમ (NEPA)ને આધુનિક બનાવ્યું. એકવાર સંપૂર્ણ રીતે અમલમાં આવ્યા પછી, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા હાથ ધરવામાં આવેલી 20 મોટી ડિરેગ્યુલેટરી ક્રિયાઓથી અમેરિકન ગ્રાહકો અને વ્યવસાયોને દર વર્ષે 220 ડોલર બિલિયનથી વધુની બચત થવાની અપેક્ષા છે. ડિરેગ્યુલેટરી કાયદાના 16 ટુકડાઓ પર હસ્તાક્ષર કર્યા જેના પરિણામે વાર્ષિક વાસ્તવિક આવકમાં 40 બિલિયન ડોલરનો વધારો થશે.
ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું, અત્યાર સુધી કોરા રહેલા ઉત્તર ગુજરાતને ભીંજવ્યુ
જાણો કોણ છે યોગી પટેલ
અમેરિકાના લોસએન્જલસ ખાતે છેલ્લા 20 વર્ષથી રહેતા યોગી પટેલ મૂળ સુરતના છે અને કેમિકલ એન્જિયર પણ તેઓ વિદેશમાં રહીને જ ભણીને બન્યા છે. રિઅલ એસ્ટેટથી માંડીને હોટેલ એન્ડ મોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં તેમણે પોતાનું નામ કમાયુ છે તો કોમર્શિયલ બિલ્ડીંગ એક્ટિવીટીમાં પણ તેમનું નામ મોટુ માનવામાં આવે છે. હાલમાં જ તેમને આર્ટેસિયા ખાતેથી કાઉન્સીલમેન તરીકેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. એમ તો યોગી પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવા સાથે પણ સંકળાયેલા છે અને વિવિધ હોદ્દાઓ પર માનદ સેવા પુરી પાડી રહ્યા છે.
યોગી પટેલ પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે
વિદેશમાં પણ રાજકીય રીતે અગ્રેસર હોવાનું ગર્વ યોગી પટેલ અનુભવી રહ્યા છે. તે છેલ્લા પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે અને એક્ટિવ ઈન્ડિયન તરીકે તેમની નોંધ પાર્ટીમાં લેવાયા બાદ તેમની પર આ વર્ષ માટે કાઉન્સીલ મેન તરીકેની જવાબદારી આપવાનું મન પાર્ટીએ બનાવી લીધુ છે.
કેરળમાં મોટી દુર્ઘટનામાં 41 લોકોના મોત : ભયાનક ભૂસ્ખલન બાદ 400 લોકો હજી પણ ગાયબ
યોગી પટેલે જણાવ્યું હતું કે, અગાઉના વહીવટીતંત્રની પુનઃપ્રાપ્તિ કરતા 23 ગણી ઝડપથી નોકરીઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. અમેરિકાએ 7 મિલિયન નવી નોકરીઓ મેળવી – સરકારી નિષ્ણાતોના અંદાજો કરતાં ત્રણ ગણા કરતાં વધુ. મધ્યમ-વર્ગની કૌટુંબિક આવક લગભગ 6,000 વધી છે - અગાઉના સમગ્ર વહીવટ દરમિયાનના લાભો કરતાં પાંચ ગણા કરતાં વધુ. બેરોજગારીનો દર 3.5 ટકા પર પહોંચ્યો છે, જે અડધી સદીમાં સૌથી નીચો છે. પહેલા કરતાં વધુ અમેરિકનોએ રોજગારી નોંધાવી છે - લગભગ 160 મિલિયન.જોબલેસ ક્લેમ લગભગ 50 વર્ષની નીચી સપાટીએ છે.
અમેરિકન કામદારોને બચાવવા માટે ઐતિહાસિક વેપાર સોદા સુરક્ષિત
અન્યાયી વેપાર પ્રથાઓનો સામનો કરવા માટે મજબૂત પગલાં લીધાં અને અમેરિકાને પ્રથમ સ્થાન આપ્યું લગભગ 70 વર્ષમાં પ્રથમ વખત યુનાઇટેડ સ્ટેટ્સ નેટ એનર્જી નિકાસકાર બન્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ હવે વિશ્વમાં ઓઈલ અને કુદરતી ગૅસના ઉત્પાદનમાં નંબર વન છે.
આગામી બે કલાક માટે હવામાન વિભાગની આગાહી : 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આપી ચેતવણી
અમેરિકાના કામદારો અને પરિવારોમાં રોકાણ
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર યોગી પટેલે અમેરિકામાં ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ તેઓએ વિકાસ માટે પોતે આખો મેપ જણાવ્યો હતો. જેમાં વિવિધ વિગતો આપી હતી.
અમેરિકન કામદારો અને તેઓના ફેમિલીના પરવડે એવું અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત ચાઈલ્ડ કેર એડવાન્સ એપ્રેન્ટિસશિપ કરિયર જેમાંથી સારા પૈસા રળી શકાય. આ ઉપરાંત વીમેન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ અને પ્રોસ્પેરિટી જેવા કાર્યક્રમ લોંચ કરાશે. સરકાર મહિલાઓને બેઠી કરવા મહિલા આધારિત કાર્યક્રમ કરાશે. જે આખી દુનિયામાં 24 મિલિયન જેટલું થયું છે.
અમેરિકનોની જોબ બચાવી લીધી હતી. અને વિદેશી સસ્તા મજૂરોને નકારી દીધા હતા. જેથી આશરે 3.4 ટ્રિલિયન ડોલર મોટામાં મોટું નાણાકીય આર્થિક પેકેજ આપીને અમેરિકાના અર્થતંત્રને બચાવી લેવાયું હતું. પશ્ચિમ ગોળાર્થમાં માનવીય સંકટોમાંથી ઉગારવામાં આવ્યું હતું. સ્મગલિંગ, કબૂતરબાજી અને આતંકવાદીઓને પરાસ્ત કરીને તેઓના આકાઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોટો ચુકાદો : બાળા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા આપી
અમેરિકન કામદારો અને તેમના પરિવારો માટે સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાની બાળ સંભાળ
સારા પગારવાળી નોકરીઓ માટે અદ્યતન એપ્રેન્ટિસશીપ કારકિર્દી માર્ગો વિમેન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોસ્પેરિટી (W-GDP) પહેલ શરૂ કરી – મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે સરકારનો પ્રથમ-પ્રથમ અભિગમ જે વિશ્વભરમાં 24 મિલિયન મહિલાઓ સુધી પહોંચ્યો છે.
સામાજિક કાર્યને પગલે મળ્યા છે અનેક એવોર્ડ અને સન્માન
યોગી પટેલ બિઝનેસમાં જેટલા અગ્રેસર મનાય છે તેટલા જ તે સામાજિક રીતે સન્માન મેળવવામાં પણ આગળ છે. તેમને અત્યાર સુધીમાં ઘણા એવોર્ડ મળ્યા છે. આઝાદીના 75માં વર્ષ પ્રસંગે ઓરેન્જ કાઉન્ટીના સેનેટર કિમ યાંગ દ્વારા તેમને સન્માનિત કરાયા હતા તો સાઉથ ઈન્ડિયન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એવોર્ડ મેળવ્યો, સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશનમાં 3 મિલિયન ડોલરનું ડોનેશન ભેગુ કરી આપવાને લઈ એજ્યુકેશન ક્ષેત્ર માટે સન્માન કરવામાં આવ્યું તો લોસ એન્જલસ કાઉન્ટીમાં ભારતીયોની પડખે રહીને તેમના માટે મદદરૂપ બની રહેનારા યોગી પટેલને 7 જેટલા એવોર્ડ અત્યાર સુધીમાં મળી ચુક્યા છે.
સંસદમાં ભડકી ગયા જયા બચ્ચન! એક નામ લેતા જ ગુસ્સામાં લાલચોળ થયા