અમદાવાદ: રાજકોટમાં યોજાયેલી પાસની બેઠકમાં હાર્દિકને કોંગ્રેસમાં જોડાવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. પાસની કોર કમીટીએ નિર્ણય લીધો હતો કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ આગામી 12મી માર્ચે યોજાવનારી કોંગ્રેસની કોર કમીટીની બેઠકમાં રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 12મી તારીખે યોજાવનારી કોંગ્રેસની કોર કમીટીની બેઠકમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી માહિતી મળી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. અને હાર્દિક પટેલ જામનગર લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.



આગામી 12મી માર્ચે કોંગ્રેસની CWCની મીટીંગમાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે. છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ કોઇ રાજકીય પક્ષ સાથે જોડાય તે અંગેની અટકળો ચાલી રહી હતી. જેનો અંત આવ્યો છે. આ નિર્ણય પાસની કોર કમીટીએ લીધો છે.