Gujarat Election: પાટીદાર આગેવાન નરેશ પટેલનું નિવેદન, `અત્યારે રાજકારણની વાત કરીશું નહીં, પણ...`
Gujarat Election: નવરાત્રિ આયોજન અંગે તેમને કહ્યું હતું કે, આ ખૂબ સારું આયોજન છે. પરંતુ અત્યારે રાજકારણની વાત કરીશું નહીં. માતાજીની આરાધના કરીશું અને પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા તથા મતદારોએ શું કરવું જોઈએ.
Gujarat Election: નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતાં, જ્યાં તેમને કોઈ પણ રાજકિય ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો, સુરતના મોટા વરાછા ખાતે આવેલા કેપિટલ ફાર્મમાં યોજાયેલી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં પાટીદાર અગ્રણી અને ખોડલધામ સંસ્થાના નરેશ પટેલ હાજર રહ્યા હતા. આ પહેલા તેમને ઉમિયા મંદિર ખાતે આરતી કરી હતી.
નવરાત્રિ આયોજન અંગે તેમને કહ્યું હતું કે, આ ખૂબ સારું આયોજન છે. પરંતુ અત્યારે રાજકારણની વાત કરીશું નહીં. માતાજીની આરાધના કરીશું અને પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા તથા મતદારોએ શું કરવું જોઈએ. તે અંગેની સ્પષ્ટતા ચૂંટણી જાહેર થયા બાદ કરવામાં આવશે.
ખોડલધામના વડા નરેશ પટેલ સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમર્થનને લઈને મોટું નિવેદન આપ્યું છે. નરેશ પટેલે કહ્યું હજી ઇલેક્શન જાહેર થયું નથી. જોકે, નરેશ પટેલ કોની સાથે રહેશે તેના જવાબમાં કહ્યું ઇલેક્શન બાદ ખ્યાલ આવી જશે કોની સાથે છું.