5 મહિના બાદ અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, આંદોલનના જૂના સાથીને આવકારવા પહોંચ્યા હાર્દિક પટેલ
- સુરતની લાજપોર જેલ બહાર અલ્પેશ કથીરિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ
- હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા, PAAS નેતા દિનેશ બાંભણિયા અને મોટી સંખ્યામાં પાટીદાર કાર્યકર્તાઓ પણ અલ્પેશના સ્વાગત માટે જેલ બહાર પહોંચ્યા
- હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, સરકાર સત્તાનો ખોટો દુરુપયોગ કરીને નિર્દોષ માણસોને જેલમાં ન મોકલે. જેથી રાજ્યનું વાતાવરણ ન બગડે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત હાઈકોર્ટે રાયોટિંગના કેસમાં પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરીયા (alpesh kathiriya) ના જામીન મંજૂર કર્યા છે. શરતોને આધીન કોર્ટે જામીન આપ્યા છે. ત્યારે પાંચ મહિનાના જેલવાસ બાદ અલ્પેશ કથીરિયા મુક્ત થયા છે. લાજપોર જેલમાંથી તેમની પાંચ મહિના બાદ મુક્તિ થઈ છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (hardik patel) ખુદ જૂના આંદોલનકારી મિત્રને આવકારવા પહોંચ્યા હતા. તો બીજી તરફ, જેલુક્ત અલ્પેશનું પરિવાર અને મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું છે.
આ પણ વાંચો : ગુજરાતનો હરણફાળ વિકાસ : કચ્છમાં બનશે દેશનો સૌથી મોટો સોલાર પાર્ક
તો બીજી તરફ, હાર્દિક પટેલે આ ખુશીને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતા કહ્યું હતું કે, આંદોલનના સાથી ભાઈ અલ્પેશ કથિરિયાને જામીન મળ્યા છે. સત્યમેવ જયતે. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી આંદોલનકારી ભાઈ અલ્પેશ કથીરિયાની મુક્તિ થઇ રહી છે, ભાઈ અલ્પેશના સ્વાગત માટે સવાર ૯:૩૦ કલાકે જેલ બહાર હું હાજર રહીશ. ઇન્કલાબ જિંદાબાદ.