ગૌરવ પટેલ/અમદાવાદ :દિનેશ બાંભણીયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને બિન અનામત વર્ગના આયોગ અને નિગમ બંધ કરવા માંગ કરી છે. તેમણે આ પત્રમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતુ હોવાની વાત કરી છે. પત્રમાં લખ્યુ કે, એક વર્ષ પહેલાની અરજીનું પણ નિરાકરણ નથી આવ્યું. વિદ્યાર્થીઓ લોનની આશાએ દેવામાં ફસાવ્યા. તેથી પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાંભણીયાએ અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા દિનેશ બાંભણીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં બિન અનામત વર્ગના આયોગ અને નિગમ બંધ કરવા માંગ કરી છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે, પાસના આંદોલનના પગલે રચાયેલા આયોગમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કોઇ વ્યવસ્થા નથી. એક વર્ષ અગાઉ કરાયેલ અરજીઓનું હજી સુધી કોઇ નિરાકરણ આવ્યુ નથી. વિદ્યાર્થીઓ લોનની આશાએ અભ્યાસની શરૂઆત કરે છે, પણ બાદમાં લોન ન મળતાં દેવા અને ભ્રષ્ટાચારમાં ફસાવી દેવાયા છે. 



તેમણે પત્રમાં વધુમાં લખ્યુ કે, નિગમ દ્વારા અપાતી આશા ઠગારી નિવડે છે. ઘણા વિદ્યાર્થીઓ અને પરિવારો થયા હેરાન પરેશાન થાય છે. બિનઅનામત વર્ગના આયોગ અને નિગમ બંધ કરવા જોઇએ. જેથી વિદ્યાર્થીઓ બીજી વેયવસ્થામાં લાગી શકે. તેથી સરકારને વિનંતી કે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે કે યોજના બંધ કરવામાં આવે.