મહેસાણા :ગઈકાલે મહેસાણાના ઉંઝામાં મા ઉમિયાના જયઘોશ સાથે પાટીદારોના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) નો પ્રારંભ થયો છે. પહેલા દિવસે ઊંઝામાં લાખો ભક્તોએ મા ઉમિયા (Umiya Mataji) ના દર્શન કર્યાં. મહાયજ્ઞમાં પહેલા દિવસે સીએમ રૂપાણી (Vijay Rupani) એ પત્ની અંજલી રૂપાણી સાથે આરતી ઉતારી. ત્યારે પહેલા જ દિવસે પાટીદારો (Patidar Power) એ દિલ ખોલીને મા ઉમિયા પર દાન વરસાવ્યુ હતું. પ્રથમ દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખ રૂપિયા અને અઢી કિલો સોનાનું દાન આવ્યું હતું. અંદાજે 2 લાખથી વધુ લોકોએ મંદિરમાં દર્શન કરી પ્રસાદ લીધો હોવાનું મહાયજ્ઞ મહોત્સવ કમિટીના અધ્યક્ષ બાબુભાઈ પટેલે કહ્યું હતું. પાટીદારોનાં કુળદેવી મા ઉમિયાના ધામ ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો આજે બીજો દિવસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Unjha Lakshachandi Mahayagya: ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ, પ્રથમ દિવસે પાટીદારોએ બનાવ્યા અનેક રેકોર્ડ


ઉમિયા મહોત્સવના પ્રથમ દિવસે સવારે 8 વાગ્યાથી જ ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરાવી દેવાયો હતો. બુધવારેના રોજ લાખો શ્રદ્ધાળુઓ મા ઉમિયાના દર્શન કરીને ધન્ય બન્યા હતા. તો ઉમિયા નગરમાં એક મહિના પહેલા વાવવામાં આવેલ 5100 જ્વારા માથે મૂકીને કુંવારી દીકરીઓ સાથે મંગલ પ્રવેશ કરાયો હતો. ત્યાર બાદ જગતગુરુ શંકરાચાર્ય અને ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને મહોત્સવની શરૂઆત કરાઈ હતી. 


લક્ષચંડી યજ્ઞ શરૂ થવાના એક દિવસ પહેલા ઊંઝામાં પાટીદારોએ બતાવ્યો પોતાનો ‘સુપરપાવર’


આજે અમિત શાહ નહિ આવે
મા ઉમિયાના ધામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ મહેમાન બનવાના હતા. તેઓ આજે 19 ડિસેમ્બરે મા ઉમિયાના મંદિરમાં દર્શનાર્થે પધારવાના હતા. ત્યારે હવે તેમનો આ પ્રોગ્રામ કેન્સલ થયો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ પ્રવાસની કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી ન હતી. 


પહેલા દિવસે 8 રેકોર્ડ બન્યા
ઉમિયા ધામમાં મહોત્સવ શરૂ થવાના આગામી દિવસે પાટીદારો દ્વારા ત્રણ રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા, જેને એશિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ત્યારે મહોત્સવના પ્રથમ દિવસે જ પાટીદારોએ વધુ 8 રેકોર્ડ બનાવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેમાં એક જ સ્થળે યજ્ઞમાં સૌથી વધુ 1 લાખ ચંડીપાઠ કરાયા, 1100 ભૂદેવે એક કરોડ શ્લોકનું ઉચ્ચારણ કર્યું, 2 લાખ લોકોએ એક જ દિવસમાં સાત્ત્વિક ભોજનની પ્રસાદી લીધી, 5.46 લાખ કપમાં 21 હજાર લિટર ચાનું વિતરણ તેમજ 350 એકરમાં લીલી જાજમ પાથરવાનો રેકોર્ડ નોંધાયો છે. 


એક નાનકડી લવ સ્ટોરી અધૂરી રહી ગઈ, વાત લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જામનગરની પ્રેમિકા જીવનનો જંગ હારી


પ્રથમ દિવસના હાઈલાઈટ્સ...


  • ઉમિયા ધામમાં આવનાર ભક્તોને હેલિકોપ્ટર થકી દર્શન અને પુષ્પવર્ષાનો લ્હાવો મળશે. 600થી વધુ લોકો દ્વારા યજ્ઞશાળા પર પુષ્પવર્ષા કરવામાં આવશે.

  • આ ઐતિહાસિક ક્ષણને લઈને સમગ્ર ઉંઝા શહેર ઉમિયામય બની રહ્યું છે. આ માટે ઉંઝા શહેરની રોશનીથી ઝળહળતુ બનાવી દેવાયું છે. એપીએમસી ઊંઝા હાઈવેથી મંદિર સુધીનો મુખ્ય રસ્તો, માતાજીના નીજ મંદિરને જોડતા તમામ રસ્તાઓ પર રોશની કરવામાં આવી છે. આમ, ઉંઝાને દુલ્હનને જેમ શણગારાયું છે. અહીં આવનારા લોકો માટે આ ક્ષણ ખાસ બની રહે છે. ઉંઝાવાસીઓએ આવી રોશની પહેલા ક્યારેય જોઈ ન હતી.

  • આ મહોત્સવમાં થઈ રહેલા મહાયજ્ઞમાં અન્ય સમાજના લોકોને પણ લ્હાવો મળ્યો છે. 11000 હજારના પાટલમાં કડવા પાટીદાર ઉપંતા રબારી, ખારવા, આદિવાસી સહિતના સર્વ સમાજના યજમાનોએ ભાગ લીધો છે. 

  • આ મહોત્સવમાં કોમી એખલાસનું પણ ઉદાહરણ જોવા મળ્યું છે. લક્ષચંડી મહાયજ્ઞ તરફ જવાના હાઈવે પર મુસ્લિમ સમાજ દ્વારા ચા-પાણીના કેમ્પનું આયોજન કરાયું છે. 

  • મહોત્સવના પહેલા દિવસ મા ઉમિયાના ધામમાં અનેક એનઆરઆઈ પાટીદારો પહોંચ્યા છે. દુનિયાના વિવિધ 126 દેશોમાંથી 50 હજાર જેટલા પાટીદારો લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શન કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....