પાટીદાર આંદોલનનો ચહેરો રેશમા પટેલ AAPમાં જોડાયા, રાઘવ ચઢ્ઢાએ ખેસ-ટોપી પહેરાવી કરાવ્યો પ્રવેશ
Gujarat Elections: રાઘવ ચઢ્ઢા આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતના ઉમેદવારનુ ભાજપે અપહરણ કર્યુ છે. રેશ્મા પટેલ એનસીપીના મહિલા મોરચાના અધ્યક્ષ રહ્યા અને તેઓ હવે આપમાં જોડાયા છે.
Gujarat Elections 2022 ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બીજી બાજુ ગુજરાતમાં હાલ ચૂંટણી માહોલ જામ્યો છે. જો કે, ટિકિટને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની નારાજગી તથા વિરોધ પણ સામે આવી રહ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ નેતાઓનો પક્ષપલટો પણ શરૂ થઈ ગયો છે. ત્યારે વધુ એક નારાજ ઉમેદવાર રેશ્મા પટેલે NCPમાંથી રાજીનામું આપી દીધુ છે. રેશ્મા પટેલે NCPના તમામ સભ્યોપદેથી રાજીનામું આપી દીધુ છે. બીજી બાજુ રેશમા પટેલ વિધિવત રીતે આપમાં જોડાઈ ચૂક્યા છે.
રાઘવ ચઢ્ઢા આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતના ઉમેદવારનુ ભાજપે અપહરણ કર્યુ છે. રેશ્મા પટેલ એનસીપીના મહિલા મોરચાના અધ્યક્ષ રહ્યા અને તેઓ હવે આપમાં જોડાયા છે. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે રેશમા પટેલ પાટીદાર આંદોલનનો ચેહરો છે. સામાજિક કાર્યો થકી તેમણે સેવા કરી છે અને આજે તેઓ આપમાં જોડાયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube