ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદાર સમાજ એક્ટિવ થયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાટીદાર ઉમેદવારોને વધુ ટિકીટ આપી રહ્યા છે. ચૂંટણીમાં પાટીદારોને ટિકિટને લઈ દિનેશ બાંભણિયાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર આગેવાન દિનેશ બામણિયાનુ ટવીટ
પાટીદાર આગેવાન દિનેશ બામણિયાએ ચુંટણીમા બીજેપી અને આપ પાટીદાર આંદોલન સમિતના ચહેરાને  ટીકીટ આપે છે તો કોંગ્રેસનો શું વાંધો છે તેવા સવાલ સાથે ટવીટ કરીને પાટીદાર મુદ્દે ફરી રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.



નોંધનીય છે કે, પાટીદાર આંદોલનના નામે ગુજરાત કોંગ્રેસ પર દબાણ લાવવાનો પ્રયાસ કરાયો છે. પાટીદાર આંદોલનકારી દિનેશ બામભણીયાએ કોંગ્રેસને સવાલ કર્યો હતો. જેમાં બાંમભાણિયાએ પુછ્યું હતું કે, પાટીદાર આંદોલન સમિતિના ચહેરાઓને ભાજપ-આપ એ ટિકિટ આપી છે. પાટીદાર આંદોલનના ચહેરાઓને ટિકિટ આપવામાં કોંગ્રેસને શું પેટમાં દુખે છે? 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube