• સૌરાષ્ટ્રમાં વકર્યો બે દિગ્ગજ લેઉઆ પાટીદાર આગેવાનોનો કોલ્ડવોર

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિ

  • ઈફકોની ચૂંટણી સમયે ખોડલધામની અપીલ બાદ રાદડિયાનું એક્શન

  • નરેશ પટેલના ખાસ દિનેશ કુંભાણીના ફર્ટિલાઈઝરની સપ્લાય બંધ કરાવી

  • નર્મદા બાયોટેક ફર્ટિલાઈઝરની સપ્લાય સહકારી મંડળીમાં બંધ કરાવી

  • રાદડિયા રાજકોટ, મોરબીની સહકારી મંડળીઓમાં ધરાવે છે પ્રભુત્વ

  • બંને જિલ્લાની સહકારી મંડળીઓમાં સપ્લાય બંધ કરાવી

  • ઈફકોની ચૂંટણીમાં ખોડલધામ તરફથી રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરાઈ હતી


Patel Power Politics: ​ગુજરાતમાં ભાજપના નેતાઓ વચ્ચે ગજગ્રાહ હવે કોઈ નવી બાબત નથી પણ થોડા સમય પહેલાં ચૂંટણીમાં થયેલા મનભેદ વચ્ચે સૌરાષ્ટ્રમાં બે દિગ્ગજ લેઉઆ પાટીદાર આગેવાનોનો કોલ્ડવોર શરૂ થઈ ગઈ છે. રાદડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે નેતાઓએ ખોડલધામનો ઉપયોગ રાજકીય રીતે ન કરવો જોઈએ. ખોડલધામ એ પાટીદારો માટે આસ્થાનું કેન્દ્ર છે. નરેશ પટેલ હાલમાં ચેરમેન છે. લેઉવા પાટીદાર સમાજના આ અગ્રણી નેતાનો પડતો બોલ ઝિલાય છે ત્યારે રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની અપીલ હવે વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. 


રાદડિયાને હરાવવા અને બિપિન ગોતાને જીતાડવા માટે થયેલી અપીલ બાદ હવે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિ શરૂ થઈ હોય તેવી ચર્ચાઓ છે. રાદડિયા એ રાજકીય નેતા છે જેને ભાજપની પરવા કર્યા વિના ઈફ્કોની ચૂંટણી લડી અને જીત પણ મેળવી... ભાજપનો મેન્ડેટ હોવા છતાં બીપીન ગોતાને હરાવે રાદડિયાએ પોતાની કાબેલિયત પૂરવાર કરી છે. રાજકોટ બેડી યાર્ડમાં પણ રાદડિયા જૂથનો દબદબો રહ્યો છે. હવે રાદડિયા એમના વિરોધીઓનો વારો પાડી રહ્યાં છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજ અને ખોડલધામનો દબદબો છે હવે ધીરેધીરે સહકારી રાજકારણના છાંટા અહીં પણ ઉડે તો નવાઈ નહીં.


સૌરાષ્ટ્રમાં બે દિગ્ગજ લેઉઆ પાટીદાર આગેવાનો વચ્ચે કોલ્ડવોર શરૂ થઈ હોવાની ચર્ચા છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિ રમાઈ રહી છે. ઈફકોની ચૂંટણી સમયે ખોડલધામની અપીલ બાદ રાદડિયા એક્શનમાં આવી ગયા છે. નરેશ પટેલના ખાસ દિનેશ કુંભાણીના ફર્ટિલાઈઝરની સપ્લાય બંધ કરાવી દીધી છે. 


આ સપ્લાય કેમ બંધ થઈ એ બાબતે ગોળગોળ જવાબો આવી રહ્યાં છે પણ સૌરાષ્ટ્રમાં ચર્ચા છે કે કુંભાણીએ નરેશ પટેલના ખાસમ ખાસ છે. રાદડિયાએ હવે આરપારની લડાઈ શરૂ કરી દીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. રાદડિયા રાજકોટ અને મોરબી જિલ્લાની સહકારી મંડળીઓમાં વર્ચસ્વ ધરાવે છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે 2017થી શીતયુદ્ધ ચાલી રહ્યું છે.


રાદડિયાએ નર્મદા બાયોટેક ફર્ટિલાઈઝરની સપ્લાય સહકારી મંડળીમાં બંધ કરાવી દીધી છે. જેને પગલે કુંભાણીને મોટો ઝટકો લાગ્યો છે. રાદડિયા રાજકોટ, મોરબીની સહકારી મંડળીઓમાં ધરાવે છે પ્રભુત્વ ધરાવે છે. બંને જિલ્લાની સહકારી મંડળીઓમાં સપ્લાય બંધ કરાવી દીધી છે. ઈફકોની ચૂંટણીમાં ખોડલધામ તરફથી રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરાઈ હતી.


સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારના બે આગેવાનો વચ્ચે શીતયુદ્ધ વકર્યું છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના શીતયુદ્ધમાં હવે બદલાની રાજનિતી પણ જોવા મળી છે. મળતી માહિતી અનુસાર દિનેશ કુંભાણી દ્વારા જયેશ રાદડિયાને મનાવવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. જેના પગલે જામકંડોરણામાં એક બેઠક મળી હતી.પરંતુ આ બેઠક નિષ્ફળ થઈ હતી. રાદડિયા એ ગુજરાતમાં પૂર્વમંત્રી રહી ચૂકયા છે. પોરબંદરથી ચૂંટણી લડવા માગતા રાદડિયાને ભાજપમાં ધીરેધીરે સાઈડ કરાઈ રહ્યાં છે. હવે આગામી સમય જ બતાવશે કે કોનો હાથ ઉપર રહે છે.