અર્પણ કાયદાવાલા/અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદાર રાજકારણ ગરમાયું છે. પાટીદાર સંસ્થાઓની બેઠક મળે એ પહેલા જ વિવાદ જોવા મળી રહ્યો છે. આજે વર્લ્ડ પાટીદાર ફેડરેશનની એક બેઠક મળી હતી. જે પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં સી કે પટેલનું એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. બીજી બાજુ આજે વર્લ્ડ પાટીદાર ફેડરેશનની બેઠકમાં પાટીદાર સમાજની મુખ્ય 3 સંસ્થાના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા નહોતા. જેમાં ખોડલધામ, વિશ્વ ઉમિયાધામ અને સરદાર ધામના આગેવાનો હાજર નહી રહે તેવા એક સમાચાર હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ પાટીદાર ફેડરેશનના સી કે પટેલે આજે આજે બપોરે 12 વાગે બેઠકની જાહેરાત ગઇકાલે (સોમવારે) કરી હતી. જેમાં ખોડલધામના નરેશ પટેલ, વિશ્વ ઉમિયાધામના આર પી પટેલ અને સરદાર ધામના ગગજી સુતરિયા ગેરહાજર રહ્યા હતા. સીદસર ધામના જેરામ પટેલ, ઊંઝા ઉમિયા માતા સંસ્થામાંથી દિલીપ પટેલ, રમેશ દૂધવાળા, પી પી પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિશ્વ પાટીદાર ફાઉન્ડેશનના સી કે પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે મુખ્ય સંસ્થાના આગેવાનો વગરની બેઠકમાં શું ચર્ચા થાય છે તેના પરે સૌની નજર હતી. પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ સી કે પટેલનું એક નિવેદને ખળભળાટ મચાવ્યો હતો.


સી કે પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પછાત ews અનામત અંગે જે આટલો મોટો નિર્ણય સામે આવ્યો એનો આભાર વ્યક્ત કરવા આજની બેઠક મળી હતી, સાથે રાજકીય માહોલ છે તો એની પણ ચર્ચા થઈ છે. પાટીદાર સમાજના 14 દીકરા ગુમાવ્યા બાદ આ લાભ મળ્યો છે, જેનો આભાર માનવા ઠરાવ કરાયો છે. આંદોલનમાં સહભાગી થનાર સૌનો આભાર વ્યક્ત કર્યો છે. જે લોકો ગેરહાજર છે તેઓએ પણ અમારી આજની બેઠકને સમર્થન આપ્યું છે. ગઈકાલે રાતે અચાનક આ નિર્ણય થયો એટલે અમુક આગેવાન આવી શક્યા નથી. પાટીદાર સમાજનું જે રાજકીય પ્રભુત્વ છે એ યથાવત રહેવું જોઈએ એવી માંગ છે. અમે દરેક પાર્ટીને આ અંગે માંગણી કરીએ છીએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube