Patidar Samaj : મા ઉમિયાના ભક્તો દેશવિદેશમાં ફેલાયેલા છે. એક તરફ અમદાવાદના જાસપુર ખાતે જ્યારે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વઉમિયાધામ બની રહ્યું છે. ત્યારે બીજી તરફ, પાટીદારો હવે મા ઉમિયાની ભક્તિને સાત સમુદ્ર પાર લઈ ગયા છે. હાલ વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલ સહિત 6 ટ્રસ્ટીઓ અમેરિકાના પ્રવાસે છે. જાસપુરમાં બની રહેલા ભવ્ય ઉમિયા ધામ માટે અમેરિકાના 25 શહેરોમાં મીટિંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ બેઠકોમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. અમેરિકા જતા ગુજરાતીઓને વિશ્વ ઉમિયાધામ નોકરી સુધીની મદદ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના બોસ્ટનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠનની એક બેઠક યોજાઈ હતી. જેમાં બોસ્ટન આવતા ગુજરાતીઓને મદદ કરવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતથી આવતા પરિવારોને એરપોર્ટથી લઈને રહેવા જવાની વ્યવસ્થા કરાશે. તેમજ તેઓને નોકરીની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. 


સુરતીઓ આ જગ્યાઓ જ્યાફત માણતા પહેલા સો વાર વિચારજો, ફૂડ સેમ્પલ ફેલ નીકળ્યા


ઉલ્લેખનીય છે કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કેનેડાની ટીમ દ્વારા અત્યાર સુધી અનેક લોકોને મદદ કરાઈ છે. લગભગ 1100 જેટલા લોકોને નોકરી આપવાખી લઈને અન્ય મદદ પૂરી પાડવામાં આવી છે. 


આ વિશએ અમેરિકાના બોસ્ટન સ્ટેટના રોડ આઈલેન્ડના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સંજય પટેલે જણાવ્યું કે, હવે અહી આવનારા ગુજરાતી પરિવારોએ ચિંતા કરવાની જરૂર નથી. અહી તેમને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવશે. આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે, છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં નોકરી માટે આવનારા ગુજરાતીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેથી તેઓને કોઈ તકલીફ ન પડે તે માટે અમે મદદ કરીશું.  


કોઈનો દીકરો, કોઈનો પતિ-પિતા પરત આવ્યા, જેલથી છુટેલા માછીમારોને જોઈને પરિવારો રડ્યા


ઉલ્લેખનીય છે કે, અમેરિકાના કંટકી સ્ટેટના રિચર્મડ શહેરમાં જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામ્યું છે. આગામી 21 મે 2023ને રવિવારના દિવસે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં ગુજરાતના 51 પાટીદાર પરિવારો પાટલાના યજમાન તરીકે જોડાયા છે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 1મે થી શરૂ કરી 21 મે, 2023 સુધી યોજાઈ રહ્યાં છે. અમેરિકાની ધરતી પર પહેલીવાર મા ઉમિયાનો આવો ભવ્ય ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે. રીચમોન્ડ શહેરમાં મા ઉમિયા વિશાળ નગર યાત્રાએ નીકળશે. સાથે જ નવચંડીનું પણ આયોજન કરાયું છે. 


અંબાલાલ પટેલની મોટી આગાહી, વાવાઝોડા-ગરમી બાદ હવે નવા સંકટ માટે તૈયાર રહેજો


અમેરિકામાં બનેલું આ મંદિર ખાસ છે
મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિની સાથે અન્ય 21 દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમજ ગણપતિજી, હનુમાનજી, રાધા-કૃષ્ણ, શ્રીના શિવ પાર્વતી લક્ષ્મી નારાથા, રામ-સીતા અને નવગ્રહ, મા અંબા બહુચરાજી સહિત છ માતાજી બિરાજમાન છે.


જાસપુરમાં બની રહેલા ભવ્ય ઉમિયા ધામ માટે અમેરિકાના 25 શહેરોમાં મીટિંગ કરવામાં આવી રહી છે. આ મીટિંગ વિશ્વ ઉમિયા ધામના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ રહી છે. 6 ટ્રસ્ટીઓની ટીમ 25 દિવસમાં આ બેઠકો કરશે. જેનો હેતુ મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાનો છે. અમેરિકાના ઉત્સવમાં રાજ્યમાંથી 51 પાટીદાર પરિવાર પાટલા યજમાન તરીકે જોડાશે. 


આ ઘટના તમને વિચલિત કરી દેશે, એક મહિના બાદ બાળકના ગળામાંથી નીકળ્યો સીંગદાણો