સુખી સંપન્ન પાટીદારો હવે સમાજ સુધારણાના માર્ગે, કુરિવાજો અને દૂષણો દૂર કરવા લીધા મોટા નિર્ણયો
Patidar Power : સમાજના દૂષણો દૂર કરવા પાટીદાર સમાજે બનાવ્યા ઠરાવ... છૂટાછેટા અટકાવવા,જુગાર અને વ્યસનોથી દૂર રહેવા સહિતના 4 ઠરાવ જામનગરના સીદસરમાં મળેલા સામાજિક સંમેલનમાં પસાર કરાયા...
Patidar Samaj News મુસ્તાક દલ/જામનગર : સુખી સંપન્ન પાટીદાર સમાજ હવે સમાજના દૂષણો દૂર કરવાના રસ્તે આગળ વધી રહ્યો છે. સમાજના દૂષણનો દૂર કરવા અને સુધારણા લાવવા માટે જામનગરના સિદસરમાં ઉમિયા માતાના સાનિધ્યમાં યોજાયેલા સામાજિક સંમેલનમાં મહત્વના ઠરાવ કરવામાં આવ્યા છે. સિદસરમાં આયોજિત કડવા પાટીદારોના સામાજિક સંમેલનમાં ઠરાવ થયા છે. સામાજિક, કૌટુંબિક સમસ્યા પર ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. પાટીદાર સમાજમાં વધતા છૂટાછેડાના કેસ વચ્ચે સમાજમાં છૂટાછેડા ન થાય તેવો પ્રયાસ કરવાનો નિર્ણય લેવાયો છે..સાથે જ છૂટાછેડાના કિસ્સામાં મોટી રકમની માંગણી ન કરવા અપીલ કરાઈ છે..તો કૌટુંબિક ઝઘડાથી થતા મનદુઃખનો ઉકેલ સમાધાનથી લાવવાનો પ્રયાસ કરવાનું ઠરાવવામાં આવ્યું છે..જુગાર સહિતની કુટેવોથી દૂર રહેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.તો દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
જામનગરના સિદસરમાં ત્રણ દિવસીય બિલ્વપત્ર મહોત્સવનું આયોજન કરાયું છે. ભવ્ય દિવ્ય સામાજિક સંમેલનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. સિદસર ઉમિયાધામ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. કડવા પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં હાજરી આપીને સિદસર ખાતે માતાજીના દર્શન કર્યાં. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને શ્રી ઉમિયા માતાજી સિદસર મંદિર ખાતે માતાજીના દર્શન કર્યા હતા. હજારો કડવા પાટીદારો વચ્ચે દિવ્ય ભવ્ય સામજીક સંમેલનમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા. તો કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલા પણ સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં.
સમૃદ્ધ ગુજરાતમાં પગારના ફાંફા, ગુજરાતીઓને મળતો માસિક પગાર દેશના 18 રાજ્યો કરતા ઓછો
આ પ્રસંગે સિદસરમાં સામજીક સંમેલનમાં કડવા પાટીદાર સમાજ દ્વારા મહત્વના 4 ઠરાવ કરાયા છે. શ્રી ઉમિયા માતાજી સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણિએ આ અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, પાટીદાર સમાજને અનુલક્ષીને મહત્વના ચાર ઠરાવ કરવામાં આવ્યા છે. જેમાં કુટુંબમાં ઝઘડાઓની સમસ્યાઓ હોય કે છૂટાછેડાની સમસ્યાઓ હોય. તેમાં વિશેષમાં કુટેવો અને વ્યસનોને લઈને મહત્વના ઠરાવો કરાયા છે. આ પ્રસંગે સામાજિક, કૌટુંબિક સમસ્યા પર ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. પાટીદાર સમાજમાં વધતા છૂટાછેડાના કેસ વચ્ચે સમાજમાં છૂટાછેડા ન થાય તેવો પ્રયાસ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ છૂટાછેડાના કિસ્સામાં મોટી રકમની માંગણી ન કરવા અપીલ કરાઈ છે. તો કૌટુંબિક ઝઘડાથી થતા મનદુઃખનો ઉકેલ સમાધાનથી લાવવાનો પ્રયાસ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. જુગાર સહિતની કુટેવોથી દૂર રહેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. તો દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
પાટીદારોનો પાવર : ગુજરાતભરમાંથી 125 કાર રેલી સિદસર ઉમિયા ધામ પહોંચી, નવો રેકોર્ડ સર્જાયો
સીદસર મુકામે બિલ્વપત્ર ત્રિદિવસીય સમારોહમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. સૌથી વધુ કારની રેલીનો વિશ્વ વિક્રમ બનાવાયો છે. ગુજરાતના 125 સ્થળેથી 125 કાર રેલી આજે સિદસર ખાતે આવી પહોંચી હતી. 6 હજારથી વધુ કારની રેલીનો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. 125 જુદા જુદા સ્થળોએથી કડવા પાટીદારો કાર રેલીમાં જોડાયા હતા. ત્યારે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો વિશ્વ વિક્રમ સર્જાયો છે. મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું.
કેનેડામાં રોટલો-ઓટલો શોધવાનો ગુજરાતી વિદ્યાર્થીઓનો કડવો અનુભવ, શેરિંગ રૂમનો ખુલાસો