Saurastra News નરેશ ભાલિયા/જસદણ : રાજકોટ જિલ્લાના જસદણ પાટીદાર શૈક્ષણિક સંકુલ ખાતે જસદણ પંથકના પાટીદાર સમાજની મીટીંગનું આયોજન કરાયું હતું. આ મિટિંગમાં દિનેશ બાંભણીયા, મનોજ પન્નારા, અલ્પેશ કાથીરિયા સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. આ મિટિંગમાં જસદણ પંથકમાં પાટીદાર સમાજના યુવાનો લોકો વ્યાજખોર, ગુંડાગીરી,મહિલાઓને થતી હેરાનગતિ અને સમાજની દીકરીઓ ભાગી જતી હોવાની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પાટીદાર સમાજ પર આવેલા બદલાવ અને તેના સોલ્યુશન વિશે ચર્ચા કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર સમાજની દીકરીઓને ભગાડવાનો મોટો પ્રશ્ન
જસદણ તાલુકાના પાટીદાર પરિવારોને પડતી મુશ્કેલી બાબતે મીટીંગ યોજાઈ હતી. જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે મીટીંગ યોજાઈ હતી. વ્યાજખોર, ગુંડાગીરી, રોમિયોગિરી, ઓન લાઇન ગેમીંગને લઈને મીટીંગમાં અનેક પ્રકારની ચર્ચા થઈ હતી. બેઠકમાં પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણીયાએ કહ્યું કે, આજના સમયમાં પાટીદાર સમાજની દીકરીઓને ભગાડવાનો મોટો પ્રશ્ન છે. થોડા દિવસ અગાઉ સમાજની સગીરા ઉપર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. બીજી ઘણી દીકરીઓ પણ ફસાયેલ છે તેની વિગત પણ પોલીસને આપીશું. ગ્રામ્ય વિસ્તારમાં 10 જેટલી છોકરીઓને ભોગ બનાવી હોવાના કિસ્સા સામે આવ્યા છે. 


દિનેશ બાંબણીયાએ કહ્યું કે, જેટલા દાદાના દીકરાઓ હોય તેને અમને સોંપી દેજો. અસામાજિક તત્વો, લુખ્ખાઓ તમને દબાવાની વાત કરશે. જસદણમાં બહેનો વોકિંગમાં નીકળે તે સમયે કેટલાક લોકો ઘોડા દોડાવે, ફટાકડા ફોડે. અમે એકવાર આવા લોકીને ઉભા રાખીને કીધુ હતું હવે ન નીકળતા બાકી દાદાના દાદા યાદ આવી જશે,તેને અમે બંધ કરાવ્યા છે. ઘણા લોકો અમારી અજાણતામાં નામનો ઉપયોગ કરીને દબનામ કેમ થાય અને હટાવવાની સાચી ખોટી કોમેન્ટો કરે છે. પાટીદાર પરિવાર કે યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો હોય તે વ્યાજ ન ચૂકવે તો પાટીદાર ભવન જસદણ ખાતે તેનું સન્માન કરાશે. જે પરિવારની દીકરી ભાગી જાય પછી તેને 5 કે 15 દિવસમાં ભૂલી જાય. દીકરીને ભગાડી જાય પછી જૂનાગઢના ઝાંઝરડા વિસ્તારમાં એક આખું સેન્ટર ચાલે છે. દીકરી ભગાડીને આવો ત્યાં તેને સાચવવા આવે છે. થોડા દિવસ પછી નોટિસ મોકલે મકાન કે જમીન ભાગ બાબતે એટલે પ્રેમના નામે છેતરપીંડી થતી હોવાથી પ્રશ્ન છે.


ગુજરાતમાં આગામી 48 કલાક અતિભારે રહેશે! કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ આવી ગયા


તો પાટીદાર સમાજના આગેવાન મનોજ પન્નારાએ સૌરાષ્ટ્રમાં પાટીદાર ઉપર વ્યાજખોરી, કબ્જાખોરી સહિત અન્યાય અને અત્યાચાર થતો હોવાનું નિવેદનમાં જણાવ્યું. દિવસે ને દિવસે પાટીદાર યુવાનો ગુંડાગીરીનો ટાર્ગેટ થતા હોવાનો આક્ષેપ કરાયો. તેમજ પાટીદારોની પોલીસ ફરિયાદ ન નોંધી અને ગુંડાઓને સપોર્ટ કરતી હોવાનો આક્ષેપ મૂક્યો. તેમણે કહ્યું કે, પાટીદાર સમાજ પ્રત્યે જસદણ અને ગ્રામ્ય વિસ્તારમાં તંત્ર તમામ બાબતે નિષ્ફળ થયો છે. તંત્રને જગાડવા માટે મીટીંગનું આયોજન કરાયું હતું. જસદણ પંથકમાં ઘણા લોકોની વ્યાજખોરો ભોગ અને વ્યાજખોરોએ જમીન લખાવી લીધી છે. કેસૂ બાપાએ ગુજરાતમાંથી ગુંડાગીરી નાબૂદ કરી હતી, હવે પાછો સમય આવી ગયો છે પટેલોએ સૌરાષ્ટ્રમાંથી ગુંડાગીરી નાબૂદ કરવી પડશે. એક ગામ એવું નહિ હોય જ્યાં વ્યાજમાં પટેલોના ખાતા ખાલી ન થયા હોય. આપના યુવાનો રોજ 5 લાખ રૂપિયા વ્યાજ ચૂકવતા હશે. વ્યાજખોર સામે પાટીદાર સમાજે હવે બુચ મરવાનું ચાલુ કરો, આ બધું મેળવવું હોય તો બે પાંચને  જેલમાં જવું પડે,બે ચારને ઓછા કરવા પડે. એ લોકો કાયદો વાપરે તો આપણે પણ વાપરો,કાયદો બે બાજુની તલવાર છે બંને બાજુ કાપે.


આ મુદ્દે આગળ પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, કોલેજ સાથે સંકળાયેલા યુવાનો કાર ભાડે લેવાનો ક્રેઝ ચાલે છે, કાર ભાડે આપનાર જ  યુવાનોએ જ્યાં કાર પાર્ક કરી હોય તેમાં સ્ક્રેચ અથવા અથડાવામાં આવે છે. યુવાનોએ ભાડે લીધેલ કાર પાછી આપવા જતા સમયે કારમાં નુકશાન થયું હોવાનું કહી તોડ કરવામાં આવે છે, આવા ચક્કરોમાં યુવાનોએ ફસવાનું નથી જે લોકો ફસાયા છે તેવા યુવાનોને સમાજે મહેનત કરીને બહાર લાવ્યા છે. દીકરી ઘરેથી જતી રહે ત્યારે સમાજમાં રજુઆત કરો, સમાજની ટિમ મદદ રૂપ થશે. જસદણ પંથકમાં થોડા દિવસ પહેલા  વિધર્મી યુવક 14 વર્ષીય સગીરાના શરીર સાથે રમત રમ્યો તે ગંભીર બાબત કહેવાય. આ ઘટના બાદ પણ 10 થી 12 દીકરીઓની આપણને માહિતી મળી હતી,તેની સાથે પણ આવા બનાવો બન્યા છે, પણ ફરિયાદ કોઈ કરતું નથી પરંતુ ફરિયાદ થવી જોઈએ.


દુનિયાનો પવિત્ર સંબંધ લજાયો! સાવકા ભાઈ સાથે લગ્ન કરીને ગર્ભવતી બની આ યુવતી