Patidar Ma Umiya Temple In America : અમેરિકાની ધરતી પર સૌથી વધુ પાટીદારો જઈને વસ્યા છે. અમેરિકાની ધરતી પણ મા ઉમિયા પ્રત્યેની પાટીદારોની આસ્થા અપરંપરા છે. ત્યારે મા ઉમિયાના આ ભક્તો હવે માતાના સાત સમુંદર પાર લઈ જઈ રહ્યાં છે. વિશ્વના ૧૩૨ દેશમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી હવે અમેરિકાના નેસવિલ શહેરમાં બિરાજમાન થયા છે. અહી માતાજીના ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેસવિલ શહેમરાં 22 એકર જમીનમાં 8 મા શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરવમાં આવ્યું છે. તારીખ 21 થી 23 જૂન દરમિયાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે અમેરિકામાં વસવાટ કરતા 25 હજાર કરતાં પણ વધારે પરિવારોએ ભાગ લીધો હતો. પહેલીવાર આટલી મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા તેવું મંદિરના પ્રમુખ અશોક પટેલે જણાવ્યું હતું. 


ઉમિયા ધામ નેસવિલ ખાતે 42 કડવા પાટીદાર સમાજની સાથે તમામ સમાજ સંકળાયેલા છે. આ મહોત્સવમાં મહિલા પાવર ગ્રૂપ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા. શ્રધ્ધાળુઓએ જય જય ઉમિયાના ગગનભેદી નારા લગાવ્યા હતા. ટેનીસી સ્ટેટ સહિત સમગ્ર અમેરિકામાં વસતા પાટીદાર પરિવારોમાં આનંદ, મંગલ અને ઉત્સાહ છવાયો હતો. અમેરિકાની ધરતી પર જય જય ઉમિયાના નાદ થતાં વાતાવરણ અલૌકિક અને ભક્તિમય બની ગયું છે. અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં રહેતા પાટીદારોની પણ મોટી સંખ્યામાં નેશવિલ પહોંચ્યા હતા. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦૧ શિખરબદ્ધ મંદિરની સ્થાપના કરવાનો દ્રઢ સંકલ્પ કરાયો હતો.


અંબાલાલ પટેલે સાપના આકારની વીજળી સાથે કરી ભયાનક આગાહી, જુલાઈમાં આકાશમાં થશે કંઈક મોટ


50 ગામના લોકોએ દાન કર્યું
આ મંદિર પાટીદારોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મંદિરના પ્રમુખ અશોક પટેલે જણાવ્યું કે આ મંદિરના નિર્માણ માટે 50 ગામના લોકોએ મોટું દાન કર્યું છે. આ દાનથી ભેગી થયેલી 83 કરોડની રકમથી મંદિરનું નિર્માણ કરાયું છે. ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે, નવી પેઢી સંસ્કૃતિ સાથે સંકળાયેલી રહે તે હેતુથી આ મંદિરની સ્થાપના કરાઈ છે. 


ચાર વર્ષમાં બાંધકામ થયું
વર્ષ 2015 માં ઉમિયા માતાના મંદિરનો સંકલ્પ થયો હતો. ઓક્ટોબર, 2023 માં આ મંદિરનુ નિર્માણકાર્ય પૂરુ થયું હતું. મંદિરને બનાવવામાં કુલ ચાર વર્ષનો સમય લાગ્યો હતો. મંદિરને માતબર રકમનું દાન કરાયું છે. જેનો ઉપયોગ ભોજનાલય, લગ્ન પ્રસંગ માટે કરાશે. તેમજ અહીં વસેલા ગુજરાતીઓને ગુજરાતી ભાષા શીખવવા માટે કરાશે. 


સત્ય સાબિત થઈ 34 વર્ષ જૂના Simpsons કાર્ટુનની ભવિષ્યવાણી, માછીમારને પાણીમા મળી વસ્તુ