અમદાવાદઃ અમદાવાદના સોલા ખાતે આવેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે આ સંસ્થાના અગ્રણીઓની મંગળવારે બપોરે બેઠક યોજાઈ હતી. અગાઉ આ બેઠકમાં 6 પાટીદાર સંસ્થાના નેતાઓ હાજર રહેવાના હતા, પંરતુ તેઓ આવ્યા ન હતા. આ બેઠકમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા બિનઅનામત આર્થિક આયોગ અને તેના લાભો અંગે ચર્ચા કરાઈ હતી. આ સાથે જ હાર્દિકના ઉપવાસ આંદોલન બાબતે સરકાર અને હાર્દિક મધ્યસ્થી કરવાનો નિર્ણય લેવાયો હતો. આ મુદ્દે પાટીદાર સંસ્થાના નેતાઓ રાજ્ય સરકારના સૌરભ પટેલ અને કૌશિક પટેલને મળવા માટે ગાંધીનગર રવાના થયા હતા અને મોડી સાંજે બેઠકનું આયોજન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠક અંગે સી.કે. પટેલે જણાવ્યું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે ફાઉન્ડેશનના પાટીદાર અંગ્રણીઓની જ બેઠક મળી હતી. પહેલા દરેક સંસ્થા પોતાની રીતે નક્કી કરે કે કયા મુદ્દાની ચર્ચા કરવી છે, ત્યાર બાદ બધા ભેગા મળીશું. તેમણે જણાવ્યું કે, જો હાર્દિક પ્રેસ નોટ બહાર પાડશે તો ધાર્મિક સંસ્થાઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે. 


તેમણે વધુમાં જણાવ્યું કે, હાર્દિકે પારણા કરવા માટે તૈયારી દર્શાવી છે. સમાજની સંસ્થાઓ સમાજની ચિંતા કરે છે. સમાજના હિત માટે અમે સરકાર સાથે ચર્ચા કરીશું અને ત્યાર બાદ શું સ્ટેન્ડ લેવું તે નક્કી કરવામાં આવશે. સરકાર સાથેની બેઠકમાં અમે પડતર મુદ્દાઓની ચર્ચા કરીશું.


હાર્દિક પટેલના ઉપવાસને લઇને દિનેશ બાંભણીયાના સરકાર પર પ્રહાર


અગાઉ આ બેઠકમાં નીચેની 6 સંસ્થાઓના 4-4 પ્રતિનિધિઓ હાજર રહેવાના હતા, પરંતુ કોઈ કારણસર તેઓ હાજર રહી શક્યા ન હતા. 
1. સીદસર ધામ, ઉમિયા માતાજી મંદિર 
2. ઊંઝા ઉમિયા માતા સંસ્થાન
3. ખોડલધામ, કાગવડ રાજકોટ 
4. સુરત સમસ્ત પાટીદાર સમાજ
5. સરદાર ધામ, અમદાવાદ 
6. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ


હાર્દિક પટેલના લેટેસ્ટ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો