નકલી ટોલનાકામાં પાટીદાર અગ્રણીનો ઉડાઉ જવાબ, ભાડુઆત શું કરે છે એ અમને થોડી ખબર હોય
Fake toll booth In Gujarat : મોરબીમાં નકલી ટોલનાકા મામલે શરૂ થયો તપાસનો ધમધમાટ... આજે SDMએ બનાવેલી જુદી-જુદી ટીમ કરશે તપાસ.... રાજકોટ-મોરબીની સંબંધિત કચેરીમાંથી જરૂરી પુરાવા મેળવી કરાશે કાર્યવાહી...
Morbi News : ગુજરાતમાં સૌથી મોટો ખુલાસો થયો છે. સરકારની નાક તળે એક આખું બોગસ ટોલનાકું ચાલતું હતું જેમાં પાટીદાર અગ્રણીના દીકરો સૂત્રધાર નીકળ્યો છે. જી હા...અમરશીભાઈ જેરામભાઈ પટેલ પાટીદાર સમાજના અગ્રણીના દીકરા હોવાનું સામે આવ્યું છે. જેરામભાઈ વાસજાળીયાના દીકરા અમરશીભાઈ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે. હવે સરકાર સામે સીધા સવાલો ઉભા થયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે આ કાંડમાં કોની શરમ ભરી એ સૌથી મોટો ચર્ચાતો પ્રશ્ન છે. ત્યારે સીદસર ઉમિયાધામના પ્રમુખે પુત્રનો લૂલો બચાવ કર્યો છે. જેરામ પટેલ દોષનો ટોપલો ભાડુઆત પર ઢોળ્યો.
ફેક્ટરીમાં ભાડુઆત શું કરે છે તેની મને ખબર ન હોય
સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલે મીડિયા સામે કહ્યું કે, અમે ભાડા કરારથી ફેક્ટરી ભાડે આપેલી છે. ફેક્ટરીમાં ભાડુઆત શું કરે છે તેની મને ખબર ન હોય. પોલીસે ફરિયાદ નોંધી છે, અમે ભાડા કરાર આપેલો છે. અમરશી પટેલનો આમા કોઈ સિધો રોલ નથી. અમરશીનું વ્હાઈટ હાઉસમાં કોઈ ભાગીદારી નથી. અમે 10માં મહિનામાં નોટીસ પણ આપી હતી. અમારે ભાડા કરાર કેન્સલ કરવો છે. હકીકતમાં અમરશી ભાઈનું વ્હાઈટ હાઉસમાં કોઈ ભાગીદારી નથી, કોઈ પદ પર પણ નથી. આજે હું પોલીસ સમક્ષ જવાનો છું.
મહેસાણામાં કુટુંબ નિયોજનના 300 જેટલા ઓપરેશન થયા, પણ કોના થયા એ ખબર નથી!
કોની મિલિભગતથી દોઢ વર્ષથી લોકો લૂંટાતા રહ્યા
પોલીસે અમરશી પટેલ સહિતના લોકો સામે ફરિયાદ નોંધી તપાસની વાતો કરે છે. તો બીજી તરફ આરોપી અમરશી પટેલના પિતા અને સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ કહી રહ્યા છે અમારો કોઈ સિધો રોલ નથી..આ બધુ ભાડુઆતે કર્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે આમા જવાબદાર કોણ. કોની મિલિભગતથી દોઢ વર્ષથી લોકો લૂંટાતા રહ્યા છે. 82 કરોડની ગેરકાયદે વસૂલાત કરવા પાછળ કોણ છે માસ્ટરમાઈન્ડ.
કેનેડા ગયેલા ગુજરાતીઓના કડવા અનુભવો જાણી તમે કહેશો, ભઈ આપણું ભારત સારું હોં!
આરોપી અમરશી પટેલ જેરામ પટેલનો પુત્ર
ઉલ્લેખનીય છે કે, નકલી ટોલનાકામાં અમરશી પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. અમરશી પટેલ જેરામ પટેલનો પુત્ર છે. જેરામ પટેલના નિવેદનથી એવા સવાલ ઉભા થાય છે કે, દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ઊભું કરી 82 કરોડ વસૂલી લીધા ત્યાં સુધી જેરામ પટેલને ભનક પણ ના લાગી. ભાડે ફેક્ટરી આપ્યાનું રટણ કરી જેરામ પટેલ લૂલો બચાવ કરતા નજરે પડ્યા.
મોરબીમાં નકલી ટોલનાકું ઊભું કરી લૂંટ ચલાવવાનો મામલે કલેક્ટરના આદેશ બાદ તપાસ માટે SDM અલગ અલગ ટીમો બનાવશે. ક્યાં રસ્તા પર રૂપિયા ઉઘરાવતા હતા તેની તપાસ કરાશે. રાજકોટ-મોરબીની સંબંધીત કચેરીઓ પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવાશે. દસ્તાવેજી પુરાવા મેળવ્યા બાદ કાર્યાવાહી કરવામાં આવશે. વ્હાઈટ હાઉસ સિરામિકની સંડોવણની પણ તપાસ થશે. કોઈ પણ પ્રકારનો ભાડા કરાર થયો કે નહીં તેની તપાસ થશે.
ગુજરાતના આ શહેરોમાં આજે વરસાદ તૂટી પડશે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ભયાનક આગાહી