FBI Most Wanted: એક એવો ગુજરાતી જેણે દુનિયાની સૌથી ખતરનાક ગણાતી અમેરિકાની એફબીઆઈ એજન્સીના નાકમાં દમ કરી દીઘો છે. આખરે કંટાળીને એફબીઆઈ દ્વારા આ બેજાબાજની જાણકારી આપનારને અઢી લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ભદ્રેશ પટેલના નામના ગુજરાતી યુવાનને એફબીઆઈ દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો. અમેરિકી સુરક્ષા એજન્સી એફબીઆઈએ આ મોસ્ટ વોન્ટેડ યુવાનને પકડી લાવનારને અઢી લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ એફબીઆઈએ તેને ટોપટેન મોસ્ટ વોન્ટેડના લીસ્ટમાં પણ નાંખી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી આપનારને અઢી લાખ ડોલરનું ઈનામઃ
33 વર્ષનો ગુજરાતી યુવાન છે FBI ની યાદીમાં મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો છે. અમેરિકી તપાસ એજન્સી દ્વારા ટોપ ટેન મોસ્ટ વોન્ટેડની યાદીમાં આ ગુજરાતીનું નામ સામેલ કર્યું છે. માહિતી આપનારને મળશે અઢી લાખ ડોલરનું ઈનામ આપવાની પણ એફબીઆઈએ જાહેરાત કરી છે. એટલું જ નહીં એફબીઆઈએ એવી પણ સુચના આપી છેકે, જો, આ વ્યક્તિ અંગે જાણ હોય કે પછી તેમને ખબર છે કે તે કયાં રહે છે તો તેઓ એજન્સી કે નજીકના અમેરિકન એમ્બસી સાથે સંપર્ક કરે.


પાટીદારો જેવું બીજું મોટું મહાસંમેલન : રૂપાલા વિરુદ્ધ દોઢ લાખ ક્ષત્રિયો ભેગા થશે


પત્નીની હત્યા કરીને ફરાર થયો હતો
ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલેકે, અમેરિકાના સૌથી ખતરનાક તપાસ એજન્સી FBI વર્ષ 2017 થી ભારતીય ભાગેડુ ભદ્રેશ કુમાર પટેલની શોધમાં છે. જે યુએસ અને ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા એકસાથે કરાયેલા દરોડા પૈકી એક હોવાનું માનવામાં આવે છે. ગુજરાતના વિરમગામનો 26 વર્ષીય ભદ્રેશ પટેલ એપ્રિલ 2015માં તેની પત્નીની હત્યા કરી મેરીલેન્ડમાં વોન્ટેડ થયો હતો. તેનું નામ હવે એફબીઆઈની દસ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં સામેલ છે, જેમાં $250,000 સુધીના ઈનામ છે. તેની ધરપકડ તરફ દોરી જાય તેવી કોઈપણ માહિતી માટે ઓફર કરવામાં આવી રહી છે.


ઠંડા કલેજે હત્યા કરનાર ખુંખાર ગુનેગાર તરીકે એફબીઆઈએ ભદ્રેશ પટેલનું વર્ણન કર્યું છે. કથિત રીતે ભદ્રેશ પટેલે અમેરિકાના હેનોવર, મેરીલેન્ડમાં ડંકિન ડોનટ્સ સ્ટોરમાં તેની યુવાન પત્નીની વિચિત્ર રીતે હત્યા કરી હતી. તેની પત્ની ભારત પરત ફરવા માંગતી હતી જે દંપતી વચ્ચેના ઝઘડાનું એક કારણ હતું. અહેવાલો અનુસાર, પટેલે તેની પત્નીને કોઈ હથિયાર વડે વારંવાર તેના પર હુમલો કરીને તેની હત્યા કરી હતી.


મહેસાણાના શુકનના મેળામાં થઈ 2024 ની મોટી ભવિષ્યવાણી, ફૂલ અને અનાજ પરથી કરાયો વરતાળો


પત્નીની હત્યા બાદ, 13 એપ્રિલ, 2015ના રોજ મેરીલેન્ડની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એની અરુન્ડેલ કાઉન્ટી માટે સ્થાનિક ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું, જેમાં પટેલ સામે ફર્સ્ટ-ડિગ્રી મર્ડર, ફર્સ્ટ-ડિગ્રી હુમલો, સેકન્ડ-ડિગ્રી હુમલો અને ખતરનાક હથિયાર રાખવાના ઈરાદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. માત્ર હત્યા જ નહીં, પટેલ ભારતીય મૂળના માનવ તસ્કરો મારફતે ગેરકાયદે કેનેડામાં પ્રવેશ્યો હતો. 


ત્યારબાદ, 20 એપ્રિલ, 2015 ના રોજ, યુનાઈટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ ઓફ મેરીલેન્ડ, બાલ્ટીમોર, મેરીલેન્ડમાં ફેડરલ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું, જેમાં પટેલ પર કાર્યવાહી ટાળવા માટે ગેરકાયદેસર ઉડાનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારથી ગુનો બન્યો છે ત્યારથી આરોપી ભદ્રેશ પટેલ હજુ સુધી પોલીસ કે તપાસ એજન્સીઓના હાથે લાગ્યો નથી. આરોપી ભદ્રેશ પટેલ છેલ્લે નેવાર્ક, ન્યુ જર્સી, વિસ્તારમાં હોવાનું મનાય છે. FBI, યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત બંનેમાં કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે, લીડ્સની તપાસ કરવાનું ચાલુ રાખે છે અને ભાગેડુનો સતત પીછો કરવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.


કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત, 9 મહિના પહેલા ગયેલા મિતને રસ્તા પર આવ્યું મોત