સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને દેશ-વિદેશમાંથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે સોમનાથમાં કડવા પાટીદાર સમાજના ઉમિયાધામ સીદસર દ્વારા 11 કરોડથી વધુના ખર્ચે નિર્મિત ઉમાઅતિથી ગૃહનું કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ દર્દી દાખલ જ નથી કરતી કારણ જાણીને ચોંકી ઉઠશો


3 વીઘા એટલે કે 54 હજાર ચોરસમીટર જગ્યામાં ઉમા અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 60 હજાર સ્કવેર ફૂટનું બાંધકામ કરાયું છે. જેમાં 35 રૂમ 2 ડોરમેટ્રી, 4 હોલ, 1 બેન્કવેટ હોલ, 1 ડાઇનિંગ હોલ, અને પાર્ટીપ્લોટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેનું કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત ઉમિયા ધામ સીદસર ટ્રસ્ટ પુરષોતમ રૂપાલાના કુપોષણ અંગેની ઝુંબેશ ચલાવવાના આહવાનને લઈને કામ કરશે.


ગુજરાતના વિદ્યાર્થીઓનું નસીબ જ ફૂટેલુ છે? વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લિક થયાનો દાવો


ઉમિયા માતાજી મંદિર સિદસર ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં અત્યાધુનિક અતિથિગૃહ બનાવવાનો વિચાર સમાજના શ્રેષ્ઠીઓ વચ્ચે મુકવામાં આવ્યો હતો. ત્યારે કડવા પાટીદાર સમાજના અનેક દાતાઓ દ્વારા અનુદાન આપીને 11 કરોડ થી ૧૨ કરોડ સુધીના ખર્ચે આ અતિથી ગૃહનું નિર્માણ કરાયું છે. માતા ઉમાના આશીર્વાદથી પિતા એટલે કે મહાદેવ શિવને પાટીદાર સમાજ દ્વારા અતિથિગૃહ સમર્પિત કરાયું છે.


ઋષિ વિશ્વામિત્રની નદી થઈ મેલી, આખા વડોદરાની વચ્ચેથી વહે છે પ્રદૂષિત નદી


પાટીદાર સમાજ દ્વારા નિર્મિત આ ઉમા અતિથિભવનનું ભારત સરકારના મંત્રી અને પાટીદાર નેતા પુરષોત્તમ રૂપાલાએ વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ હતું. ઉપરાંત તેમણે પાટીદાર સમાજના દાનવીરોને કુપોષણ સામે ઝુંબેશ ઉઠાવવા પણ આહવાન કર્યું હતું. પાટીદાર સમાજ દ્વારા હવે આ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube