`શરીરમાં નસ ખુલ્લી રહી જતાં દર્દીનું મોત! અમદાવાદમાં આ હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ
નરોડા વિસ્તારમાં આવેલી શેલ્બી હોસ્પિટલમાં ઘોહાભાઈ ખાંભલા નામના એક દર્દીને એડમિટ કરાયા હતા. 62 વર્ષના આ વૃદ્ધને પગમાં તકલીફ હોવાથી PMJAY અંતર્ગત શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાયા અને ત્યાં ઓપરેશન કરવામાં આવ્યું પરંતુ ઓપરેશન પછી દર્દીનું મોત થયું હતું.
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદની જાણીતી શેલ્બી હોસ્પિટલમાં એક દર્દીનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો. પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારીને કારણે મોત નિપજ્યું. PMJAY હેઠળ કરવામાં આવેલી સારવાર બાદ મોત નિપજતાં હવે પરિવારજનોએ વળતરની માગણી કરી છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો? મોત પર શું આપ્યું હોસ્પિટલના હેડે નિવેદન?
- અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં દર્દીનું મોત
- હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ
- PMJAY અંતર્ગત થયું હતું પગમાં ઓપરેશન
- શરીરમાં નસ ખુલ્લી રહી જતાં મોતનો આરોપ
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી શેલ્બી હોસ્પિટલમાં ઘોહાભાઈ ખાંભલા નામના એક દર્દીને એડમિટ કરાયા હતા. 62 વર્ષના આ વૃદ્ધને પગમાં તકલીફ હોવાથી PMJAY અંતર્ગત શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાયા અને ત્યાં ઓપરેશન કરવામાં આવ્યું. પરંતુ ઓપરેશન પછી દર્દીનું મોત થયું. જેના કારણે પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે અને વળતરની માગણી કરી છે.
દર્દીના પરિવારજનોનો આક્ષેપ છે કે ઓપરેશન પછી દર્દીના શરીરમાં નસ ખુલ્લી રહી ગઈ હતી. જ્યારે PMJAY કાર્ડની લિમિટ પૂર્ણ થઈ ગઈ ત્યારપછી દર્દીને બીજી હોસ્પિટલમાં ખસેડવા માટે કહેવામાં આવ્યું હતું...અમે જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે દર્દી એકદમ સ્વસ્થ હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર પછી મોત થયું. શેલ્બી હોસ્પિટલની આ બેદરકારીને ખુલ્લી પાડવા માટે અમે શેલ્બીની વિવિધ હોસ્પિટલોની બહાર દેખાવો કરીશું.
- શેલ્બી હોસ્પિટલમાં દર્દીનું થયું મોત
- બેદરાકારીથી મોતનો પરિવારનો આરોપ
- ઓપરેશનમાં ડૉક્ટરે કરી મોટી ભૂલ?
- પરિવારે કરી વળતરની માગણી
- 'જો વળતર નહીં મળે તો કરાશે ધરણાં'
તો આ મામલે અમે જ્યારે હોસ્પિટલના યુનિટ હેડનો સંપર્ક કર્યો અને તેમને આ મોત મામલે પૂછ્યું તો તેમણે કહ્યું કે, દર્દીની હાલત ક્રિટિકલ હતા. તેમના શરીરના વિવિધ ઓર્ગનમાં ઈન્ફેક્શન હતું અને તેથી જ સારવાર દરમિયાન મોત થયું છે.
અમદાવાદની શેલ્બી હોસ્પિટલ એક નામાંકિત હોસ્પિટલ છે. આક્ષેપ અને પ્રતિઆક્ષેપ વચ્ચે મોતનું સાચુ કારણ શું છે તે તો તપાસ બાદ જ ખબર પડે. પરંતુ જો PMJAY અંતર્ગત થયેલી સારવારમાં જો હોસ્પિટલની બેદરકારી હોય તો ખુબ જ ગંભીર બાબત કહેવાય. આરોગ્ય વિભાગે આ મામલે કડક એક્શન લેવા જોઈએ. જોવું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે.