પ્રશાંત ઢીવરે/સુરત: નવી સિવિલ હોસ્પિટલમાંથી ગાયબ થયેલ દર્દી રાંદેર વિસ્તારમાંથી ફૂટપાથ પરથી મૃત હાલતમાં મળી આવ્યો છે. ગતરોજ દર્દીને સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડાયો હતો અને સારવાર દરમિયાન અચાનક જ ગાયબ થઈ જતા પરિવારે શોધખોળ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના નાસિકના વતની 64 વર્ષે અપ્પા આહિરે ગત રોજ પોતાના જ ઘરમાં ટેબલ પરથી પડી જતા તેઓને ઈજા પહોંચી હતી. તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં આપ્યા ની ઈમરજન્સી ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી હતી.


અદાણી-હિંડનબર્ગ કેસ પર અમિત શાહનો મોટો ખુલાસો, શું ખરેખર અદાણી પર કાર્યવાહી થશે?


સારવાર દરમિયાન અચાનક બપોરે 1 વાગ્યાના અરસામાં દર્દી અપ્પા આહિરે ટ્રોમા સેન્ટરમાંથી ગાયબ થઈ જતા પરિજનો ચોંકી ઉઠ્યા હતા અને સિવિલ હોસ્પિટલ સહિત કેમ્પસમાં દર્દીની શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત સુધી પરિવારજનોને દર્દી મળી આવ્યો ન હતો. આજે વહેલી સવારે પરિવારે ફરી દર્દીની શોધખોળ કરતા નવી સિવિલ હોસ્પિટલમન પીએમ રૂમમાં દર્દીનો મૃતદેહ હોવાનું જાણવા મળ્યું હતું. પરિવાર દર્દીને મૃતક હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા.


ચામાચીડિયા નહીં આ પ્રાણીથી ફેલાયો CORONA ! ચીનના વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો


મૃતક અપ્પા આહિરેને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અચાનક બપોરે 1 વાગ્યાના અરસામાં હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગયા હતા અને મોડી સાંજે આપવા નું મૃતદેહ રાંદેર પોલીસ મથકની હદમાં આવેલ ફૂટપાથ પરથી મળી આવ્યો હતો. પોલીસે મૂર્તદેહને અજાણ્યા તરીકે પીએમ અર્થ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.


સોનામાં રેકોર્ડ તેજી, હાલમાં ખરીદનારાઓ ફાયદામાં રહેશે! જાણી લો 10 ગ્રામનો ભાવ


મૃતકના પુત્ર દિપક આહિરેએ જણાવ્યું હતું કે મારા પિતા ગતરોજ ટેબલ પરથી પડી જતા 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સીમાં સારવાર અર્થ દાખલ કર્યો હતો. હું પૈસાની વ્યવસ્થા કરવા માટે બહાર ગયો હતો. પરત આવ્યો ત્યારે મેં મારી ફોઈને પૂછ્યું કે પિતાજી ક્યાં ગયા ત્યારે ફોઈએ જણાવ્યું કે હું આ કેસ પેપર કઢાવવા માટે ગઈ હતી. હું એમને શોધી રહી છું. પિતાની સિવિલ હોસ્પિટલમાં શોધખોળ કરી હતી પરંતુ તેઓ મળી ન આવ્યા હતા. આજે સવારે ફરી શોદખોળ કરવા સિવિલ હોસ્પિટલમાં આવ્યા ત્યારે ખબર પડી કે પિતાનો મૂર્તદેહ પીએમ રૂમમાં છે.


ગુજરાતમાં વધુ એક પરીક્ષાની તારીખ જાહેર, સરકારી નોકરી માટે વધુ એક તક


દર્દી અચાનક જ સિવિલ હોસ્પિટલમાંથી ગાયબ થઈ જતા પરિવાર તો પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે. પરંતુ ક્યાંક નવી સિવિલ હોસ્પિટલની પણ લાપરવાઈ હોવાનું પરિવાર આક્ષેપ કરી રહ્યા છે. હાલ તો દર્દી સિવિલ હોસ્પિટલમાંથી કઈ રીતે રાંદેર વિસ્તારમાં પહોંચ્યો તે તપાસનો વિષય છે.