ગાંધીનગર: આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલે આજે મીડિયા સાથેના સંવાદમાં ગુજરાત સરકાર કોરોનાની તમામ પરિસ્થિતીઓ સામે  લડત આપવા સજ્જ હોવાનું ભારપૂર્વક કહ્યું હતુ. મંત્રીએ રાજ્યમાં 43 હજાર જેટલા એક્ટિવ કેસ હોવા છતા હોસ્પિટલાઇઝેશન દર 2.50 ટકા અને ઓક્સિજનની જરૂરિયાતનો દર 0.39 જેટલો હોવાનું જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલાઇઝેશન દર ખૂબ જ ઓછો હોવા છતા પણ વાયરસના સ્વરૂપને ગંભીરતાથી લઇ કોવિડ અનૂરૂપ સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવા અને રસીકરણ કરાવવા તેમણે પ્રજાજનોને અનુરોધ કર્યો છે.


દેશના વિવિધ વાયરોલોજીસ્ટ, નિષ્ણાંતો અને આઇ.સી.એમ.આર.ના તબીબો સહિતના વિદેશી તબીબવિદોના મતે ઓમિક્રોન વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાય છે. પરંતુ કોવિડ રસીકરણના કારણે વાયરસનું આ સ્વરૂપ વધુ નુકસાનકારક ન હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ.


રાજ્યના તમામ નાગરિકો, દીનજનોની આજીવિકાને નુકસાન ન પહોંચે,તમામ વર્ગની આર્થિક ગતિવિધીઓ આગળ વધતી રહે તે પ્રકારના કોરોના સંલ્ગન નિયંત્રણો સરકારે હાથ ધર્યા છે.


આરોગ્યમંત્રીએ આ પ્રસંગે, રાજ્યના નાગરિકોને ઉત્તરાયણની શુભેચ્છાઓ આપીને મકરસંક્રાંતિ પર્વની ઉજવણી અને પતંગ , દોરીની ખરીદી વખતે પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા અને કોરોના સંલ્ગન વ્યવહારને અનુસરવા અનુરોધ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube