Loksabha Election અલકેશ રાવ/બનાસકાંઠા : ભાજપના પ્રદેશ પ્રમુખ લોકસભાની દરેક બેઠક પર 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ સેટ કરીને બેસ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સતત ગુજરાતની 26 બેઠકો પર 5 લાખ લીડથી જીતવાની વાત કરી રહ્યાં છે. આ માટે તેઓ દરેક બેઠક પર જઈને રોજ પ્રચાર કરી રહ્યાં છે.  પાટીલની આ ટકોર હવે કાર્યકર્તાઓ માટે ધમકી જેવી બની રહે છે. 5 લાખની લીડનો ટાર્ગેટ લાવવાનો ભાર મજૂરિયા કાર્યકર્તાઓ પર મૂકાયો છે. પાટીલ દરેક સભામાં કાર્યકર્તાઓને 5 લાખની લીડ લાવવા કહી રહ્યાં છે. ત્યારે પાટીલની આ ટકોર, ચીમકી કે ધમકી પાથળ એક ચોક્કસ ગણિત છે. પાટીલ અમસ્થા જ કાર્યકર્તાઓને આ ટાસ્ક નથી આપ્યો. ગુજરાતની દરેક 26 બેઠક પર ભાજપ ધારે તો 5 લાખના લીડથી જીતી શકે છે. બનાસકાંઠાના ડીસામાં આયોજિત બુથ સંમેલનમાં પાટીલે સમજાવ્યુ હતું કે, 5 લાખ લીડથી જીતવું કેમ શક્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુથ પ્રમુખોના કારણે પરિણામ લાવ્યા 
બનાસકાંઠાના ડીસામાં બુથ પ્રમુખ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કચકચાવીને સ્પીચ આપી હતી. તેમણે કહ્યું હતું કે, બહુ બોલવા માટે કે ભાષણ કરવા માટે આવ્યો નથી. અહીંયા કહ્યું કે 5 લાખ મતોથી જીતીએ છીએ પણ એમ માની ન લેવાય બુથના પ્રમુખ કહે તો જ મનાય. વિધાનસભામાં 182 સીટ જીતવાની વાત કરી હતી તમને કોઈને વિશ્વાસ ન હતો. મને પણ મારામાં વિશ્વાસ ન હતો, પણ અહીં બેઠેલા બુથ પ્રમુખો ઉપર વિશ્વાસ હતો અને આપણે પરિણામ લાવ્યા છીએ. મોદી સાહેબના વિશ્વાસને લોકોએ સાર્થક કર્યો. એમના અનુભવ હતા કે કઈ સીટ ઉપર કોણ જીતશે એના પ્રમાણે એમને ઉમેદવારોની સિલેક્શન કર્યું અને પરિણામ મળ્યું છે. 


કોંગ્રેસે ત્રણ બેઠક ભાજપને સામેથી ભેટ ધરી, વિધાનસભા ન જીતનાર લોકસભામાં શું ઉકાળશે


બનાસકાંઠામાં હારનું કલંક ધોઈ નાંખજો 
5 લાખ લીડની વાત કરતા પાટીલે કહ્યું કે, 5 લાખની લીડથી જીતીશું તો આપણે કંઈ ફાંકા મારવાવાળા લોકો નથી, આપણે કરી બતાવીશું. ગુજરાતના વિધાનસભા ઇલેક્શનમાં આપ પાર્ટીના 40 લાખ, કોંગ્રેસને 80 લાખ, તો ભાજપને 1 કરોડ 80 લાખ મત મળ્યા હતા. 3 કરોડ 5 લાખ માટે આપણે 26 સીટ હારી ગયા. ગુજરાતના અપક્ષ ધારાસભ્યોને ખબર છે ભાજપ સાથે નહિ રહીએ તો આપણે ઘરે આવી જઈશું. જિગ્નેશ મેવાણીની સીટ આપણે 4 હજાર માટે હાર્યા હતા. ગુજરાતમાં સૌથી વધારે સીટ બનાસકાંઠામાં હાર્યા, આ તમારા માટે કલંક છે તો એને ધોઈ નાંખજો. 4 સીટો બનાસકાંઠામાં થોડા જ મત માટે ગઈ છે તો એવી ભૂલ બીજી વખત ન કરતા. 


All Is Well? ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરીને રૂપાલાએ પ્રચારના શ્રીગણેશ કર્યા


આ રીતે ભાજપને મત મળશે
તેમણે કાર્યકરોને મતોનું ગણિત સમજાવતા કહ્યું કે, સિસ્ટમ મુજબ તમે કામ કરો. બુથના પ્રમુખ નીચે 14 લોકોની સમિતિ છે. પેજ કમિટીના સભ્યો બુથ ઉપર 150 લોકો છે. 2 કરોડ 22 લાખ મત તો સીધા જ આવવાના છે. ગયા સમયે ઓછા મત મળ્યા. 2 કરોડ અને 22 લાખ મત મળે તો કોંગ્રેસ ઘરે જ જાય. 


પોલીસ કમિશનર વગરનું સુરત શહેર બન્યું રક્તરંજિત, છેલ્લા 4 દિવસમાં 8 લોકોની થઈ હત્યા


ગેનીબેન માટે પાટીલની ટકોર
પાટીલે કહ્યુ કે, ઈન્દિરા ગાંધીએ ‘ગરીબી હટાવવા’નું સૂત્ર આપ્યું હતું પણ ગરીબી હતી નહિ, પણ મોદી સાહેબ દેશના 25 કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર લાવ્યા છે. ગુજરાતમાં ત્રીજી વાર 26 સીટો લાવીને હેટ્રીક કરે અને મોદી સાહેબ ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવાની હેટ્રીક કરે. જે આપણને વારંવાર નડે છે એની ડિપોઝીટ ડુલ કરી દો. મેં બતાવેલી સિસ્ટમથી કામ કરો તો 90 ટકા મતદાન થશે અને એ ભાજપની તરફેણમાં થશે. તો બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે, આપણા ઉમેદવાર બેન છે અને સામેના બેન કેવા છે એ તમને ખબર છે. 


કોળી ઉમેદવારનો જાદુ ન ચાલતા કોંગ્રેસે હીરાભાઈને મેદાનમાં ઉતાર્યા, હવે જુનાગઢમાં જંગ