પાટીલે કહ્યું, ગુજરાતનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ, અસામાજિક તત્વોને છોડવામાં નહી આવે
શહેરના ન્યુ VIP રોડ પર આજથી શરૂ થયેલા એક પેટ્રોલ પંપના ઉદ્ધાટન સમારંભમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ધંધુકા ચકચારી હત્યા કેસ અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા રાજ્યનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે આવા અસામાજિક તત્વોને સાંખી લેવામાં નહી આવે. તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા : શહેરના ન્યુ VIP રોડ પર આજથી શરૂ થયેલા એક પેટ્રોલ પંપના ઉદ્ધાટન સમારંભમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ધંધુકા ચકચારી હત્યા કેસ અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા રાજ્યનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે આવા અસામાજિક તત્વોને સાંખી લેવામાં નહી આવે. તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જણાવ્યું કે, પીએમ મોદી મહિનાના અંતિમ રવિવારે મનતી બાત કાર્યક્રમ યોજે છે. જેમાં ભાગ લેવા આજે વડોદરાને મોકો મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી કાર્યકરોના ફાળા દ્વારા ચાલતી પાર્ટી છે. 5 રૂપિયાથી 1000 રૂપિયા સુધીનો ફાળો કાર્યકરો દ્વારા આપવામાં આવ્યો છે. માઇક્રો લેવલથી ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે. આજે વડોદરામાં 350 ઉપરાંત કાર્યકરો દ્વારા પાર્ટીમાં ફાળો અપાયો છે.
આ કાર્યક્રમમાં હાજર વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ જણાવ્યું કે, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા માત્ર રાજકીય ક્ષેત્રે જ પ્રગતિ નથી કરી. તેઓ તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. દર્ભાવતીમાં ટુંકાગાળામાં જ વિકાસ કામો કરીને લોકોનાં દિલ જીતી લીધઆ છે. દર્ભાવતીમાં હવે તેમને કોઇ પણ હલાવી શકે તેમ નથી. તેઓ ઓલરાઉન્ડરની ભુમિકા ભજવી રહ્યા છે. અન્ય વ્યવસાયો ઉભા કરીને લોકોને રોજગારી પણ તેઓ આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube