અમદાવાદ: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ નિવેદન કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ચૂંટણી થવાની છે અને જ્યારે અમે અને અરવિંદ કેજરીવાલજી ગુજરાત જઈએ છીએ ત્યારે ગુજરાતના લોકો અમને સ્કૂલો બતાવે છે અને કહે છે કે દેખો કેટલી ખરાબ સ્કૂલો છે અને પાછલા 27 વર્ષથી ભાજપે સ્કૂલો માટે કંઈ જ કામ કર્યું નથી. જ્યારે અમે ત્યાં જઈએ અને કહીએ છીએ કે જો પાંચ વર્ષમાં સ્કૂલ બદલી શકે છે અને ભાજપે પાછલા 27 વર્ષથી સ્કુલો માટે કઈ કર્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેના જવાબમાં આજે સી.આર.પાટીલજીએ નિવેદન કર્યું છે કે, જે લોકો બહારથી આવીને કહે છે કે ગુજરાતમાં સ્કૂલો નથી બની હું તેમને કહેવા માગું છું કે ગુજરાત સરકારે સુરતમાં 73 સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ લગાવીને તેને ઠીક કરી છે. અમને જાણીને ખુશી થઈ કે જનતાના ડરથી 27 વર્ષ પછી ભાજપે કમ સે કમ 73 સ્કૂલો તો ઠીક કરાવી છે અને સાથે જાણીને દુઃખ પણ થયું કે 27 વર્ષમાં ભાજપે ફક્ત 73 સ્કૂલ જ ઠીક કરાવી છે.



મનીષ સિસોદિયાજીએ ઉમેર્યું હતું કે, હું ડેટા ચેક કરતો હતો અને અમે હિસાબ લગાવતા હતા કે સ્કૂલો ઠીક કરતા ગુજરાતમાં કેટલા દિવસ લાગે. હું ગુજરાતના ખૂણે ખૂણે જઈને સ્કૂલો જોઈ છે તે બધી સ્કૂલો ખરાબ પડી છે, ભણવાની સુવિધા નથી, શિક્ષકોની કોઈ વ્યવસ્થા નથી, જો આ લોકો 27 વર્ષમાં અત્યારે 73 સરકારી સ્કૂલ ઠીક કરે છે તો ગુજરાતમાં કુલ ₹40,800 સરકારી સ્કૂલો છે. તો એ પ્રમાણે આ બધી સ્કૂલો ઠીક કરતા ભાજપને 15000 વર્ષો વીતી જશે. 


હું તેમણે કહેવા માગું છું કે, ભાજપનો આ ફોર્મ્યુલા ખૂબ જ ભંગાર છે. 27 વર્ષમાં 73 સ્કૂલ ઠીક કરવાનો ફોર્મુલા ગુજરાતના કોઈ પણ કામનો નથી. ગુજરાતની જનતા ઈચ્છે છે કે પાંચ વર્ષમાં જ સ્કૂલો ઠીક થઈ જાય, હજારો વર્ષો સુધી જનતા રાહ જોવા નથી માંગતી. એટલે જ આજે ગુજરાતની જનતા અરવિંદ કેજરીવાલજીના કામ પર વિશ્વાસ કરી રહી છે કે જો કેજરીવાલજી દિલ્હીની સ્કૂલો ઠીક કરીને બતાવી શકે છે તો ગુજરાતની સ્કૂલો પણ આમ આદમી પાર્ટીની સરકાર પાંચ વર્ષમાં ઠીક કરી શકે છે. હું ગુજરાતમાં ઘણી જગ્યાએ સરકારી સ્કૂલો જોવા ગયો હતો અને ત્યાં મેં જોયું કે ગુજરાતની સ્કૂલોની હાલત કેટલી ખરાબ છે.


મનીષ સિસોદિયાએ ગુજરાતની સરકારી શાળાઓના ફોટો મીડિયા સમક્ષ રજૂ કર્યા. જેમાં છોટાઉદેપુર, ભરૂચ, ખેડા, પંચમહાલ, જુનાગઢ, સુરત અને શિક્ષણ મંત્રીના મતવિસ્તાર ભાવનગરની સરકારી શાળાઓના ફોટો હતા. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે ગુજરાતની સરકારી શાળાઓની હાલત અત્યંત ખરાબ છે અને બાળકો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ભણી રહ્યા હતા.


દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ આગળ જણાવ્યું કે, આજે પાટીલજીએ જે બયાન આપ્યું કે 27 વર્ષોમાં તેમણે 73 શાળાઓ ઠીક કરી અને એ પણ પ્રાથમિક શાળાઓ ઠીક કરી હતી. આ ગુજરાતના લોકોને મંજૂર નથી ગુજરાતના લોકો પાંચ વર્ષમાં શાળાઓ ઠીક કરવા માંગે છે. આ થઈ શકે છે કારણ કે કેજરીવાલે કરીને બતાવ્યું છે અને ગુજરાતમાં પણ કરીને બતાવશે. સી.આર.પાટીલ સાહેબે અમને ગુજરાતની શાળાઓ જોવા માટે પણ આમંત્રણ આપ્યું છે. તો હું પાટીલ સાહેબનું આમંત્રણ સ્વીકાર કરું છું. આ ખુબ જ સારી બાબત છે


મનીષ સિસોદિયાજીએ ઉમેર્યું હતું કે, હું આની પહેલા પણ ગુજરાતની સરકારી શાળાઓ જોવા ગયો હતો અને મેં જોયું હતું કે ત્યાં કેવી સ્કૂલો છે. હું પાટીલ સાહેબને પૂછવા માગું છું કે, હું ક્યારે આવું? અને હું આશા રાખું છું કે આપણે શિક્ષણ મંત્રીજીના વિસ્તારથી શરૂઆત કરીશું. ત્યારબાદ બીજા વિસ્તારોની શાળાઓ પણ જોઈશું. આપણે એ પણ જોઈશું કે કઈ જગ્યાએ તમે શાળાઓ ઠીક કરી છે અને ક્યાં ક્યાં જનતા સ્કૂલોને ખરાબ બતાવી રહી છે. તો આમ આપણે દરેક પ્રકારની સ્કૂલો જોઈશું. 


ત્યારબાદ હું પાટીલજીને પણ આમંત્રિત કરીશ કે તમે પણ દિલ્હી આવો અમે તમને અમારી સ્કૂલો બતાવીશું કે કઈ રીતે હવે પાંચ વર્ષમાં શાળાઓ બદલી નાખી અને તમે પણ અમને બતાવજો કે ક્યાં સ્કૂલો ઠીક કરવાની રહી ગઈ છે અને ક્યાં બદલાઇ છે. આ ખુબ જ સારી બાબત છે કે સ્કૂલો પર ચર્ચા થઈ રહી છે. પરંતુ મને આશા છે કે સી.આર.પાટીલ પોતાના આમંત્રણથી ફરી જશે નહીં અને બહુ જલ્દી ગુજરાતના શિક્ષણમંત્રીના વિસ્તારની શાળાઓ જોવા માટેના આમંત્રણની તારીખ આપશે.