Pavi Jetpur Gujarat Chutani Result 2022: છોટાઉદેપુરની પાવીજેતપુર બેઠક પર હાલ તો કોંગ્રેસનો કબજો છે પણ આ બેઠક પર હાલ બંન્ને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વિસ્તાર પર આદિવાસીઓનું વર્ચસ્વ છે. આ બેઠક પર મતદારોની વાત કરીએ તો અંદાજીત કુલ 2,65,752 મતદારો નોંધાયા છે. જેમાં 1,36,720 પુરૂષ મતદારો છે અને 1,29,032 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવી જેતપુર વિધાનસભાનું પરિણામઃ


જીલ્લો : છોટા ઉદેપુર


બેઠક : જેતપુર ૧૩૮


રાઉન્ડ :   19 ના અંતે


આગળ :. ભાજપ 32460 મતથી આગળ


ઉમેદવાર :  


ભાજપ :  જયંતિ રાઠવા 69567 મત


કોંગ્રેસ : સુખરામ રાઠવા  26760 મત


આપ :. રાધિકા રાઠવા 37107 મત


2022ની ચૂંટણી
2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે વિપક્ષ નેતા સુખરામ રાઠવાને રીપીટ કર્યા છે. ભાજપ પૂર્વ ધારાસભ્ય જયંતિ રાઠવાને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ રાધિકા રાઠવાને ઉમેદવાર બનાવ્યા છે. 


2017ની ચૂંટણી
ગત વિધાનસભા ચૂંટણીમાં હાલના વિપક્ષ નેતા સુખરામ રાઠવા જીત્યા હતા. કોંગ્રેસના સુખરામ રાઠવાએ ભાજપના જયંતિ રાઠવાને 3052 મતોથી હાર આપી હતી. 


2012ની ચૂંટણી
2012માં ભાજપના ઉમેદવાર જયંતિ રાઠવાએ કોંગ્રેસના સુખરામ રાઠવાને 4273 મતોના માર્જીનથી જીત મેળવી હતી.