પુરેપુરી ફી ભરી હોવાછતાં શાળાએ રિઝલ્ટ અટકાવ્યા, વાલીઓએ આપ્યું આવેદન પત્ર
સુરત (Surat) માં આવેલી શારદા યતન સ્કુલ (Sharda Yatan School) દ્વારા પુરેપુરી ફી (Fee) નહિ ભરતા વાલીઓના બાળકોનું રીઝલ્ટ (Result) અટકાવી રાખ્યું હોવાનો આક્ષેપ થયો છે. અને આ મામલે વાલીઓએ એકઠા થઈને જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
ચેતન પટેલ, સુરત: સુરત (Surat) માં આવેલી શારદા યતન સ્કુલ (Sharda Yatan School) દ્વારા પુરેપુરી ફી (Fee) નહિ ભરતા વાલીઓના બાળકોનું રીઝલ્ટ (Result) અટકાવી રાખ્યું હોવાનો આક્ષેપ થયો છે. અને આ મામલે વાલીઓએ એકઠા થઈને જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
સુરત (Surat) માં કોરોના (Corona) ના કપરા સમયમાં પણ ફીને લઈને વાલીઓનો વિરોધ યથાવત છે. અવાર નવાર શાળાઓ સામે વાલીઓ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ત્યારે સુરતમાં વધુ એક સ્કુલ સામે વાલીઓએ આવેદનપત્ર આપ્યું છે. સુરતમાં આવેલી શારદા યતન સ્કુલના વાલીઓએ એકઠા થઈને જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શાળા દ્વારા પુરેપુરી ફી માંગવામાં આવી રહી છે. અને પુરેપુરી ફી ન ભરતા બાળકોનું રીઝલ્ટ (Result) અટકાવી રાખવામાં આવ્યું છે.
સુરતના પાંડેસરામાં દુકાનો અને મકાનો સીલ કરતાં હોબાળો, કહ્યું 'અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો'
૧૧ હજાર રૂપિયા ફી ભરી હોવાછતાં રીઝલ્ટ આપવામાં આવ્યા નથી
પ્રજ્ઞેશ ડોલી નામના વાલીએ જણાવ્યું હતું કે મેં ૧૧ હજાર રૂપિયા ફી ભરી છે. પરંતુ સ્કુલ દ્વારા ૧૭ હજાર રૂપિયા ફી માંગવામાં આવી રહી છે. અને પુરેપુરી ફી ભરીને તમારા છોકરાનું રીઝલ્ટ (Result) લઇ જવા જાણવામાં આવી રહ્યું છે. આ અંગે મેં પ્રિન્સીપાલ સાથે વાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ કોઈ વાત કરવા તૈયાર નથી. જેથી ના છુટકે અમે ડી.ઈ.ઓ. કચેરી ખાતે આવી જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube