પ્રશાંત ઢીવરે/સુરત: બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે પરંતુ હવે સુરત શહેરમાં વેશ બદલીને દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સુરતમાં કિન્નરનો વેશ ધારણ કરી રીક્ષામાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું બાહર આવ્યું છે. પીસીબી પોલીસે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે અને દારૂ, રીક્ષા અને મોપેડ મળી કુલ ૩.૧૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઘા રહેજો! ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિ.મી દૂર, આ ભાગોમાં થશે મોટા નવાજૂની!


સુરતમાં નાનપુરા બાબાજી એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડ ઉપર કેટલાક ઈસમો ઈંગ્લીશ દારૂનું કાર્ટિંગ કરતા હતા આ દરમ્યાન પીસીબી પોલીસની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી રીક્ષા ચાલક અભય તીર્થરાજ સિંગ, કિન્નરનો વેશ ધારણ કરનાર જેનીશ જગદીશભાઈ ભાવનગરી, અકબર અહેસાન શેખ તેમજ મોપેડ લઈને દારૂ લેવા આવેલા પ્રશાંત રાકેશભાઈ કહાર અને ગુંજન જીતુભાઈ કહારને ઝડપી પાડ્યા હતા.


આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડશે વરસાદ, ચોમાસા પર આવી ગયા ખુશીના સમાચાર


પોલીસે ત્યાંથી રીક્ષા, બે મોપેડ, 31,800 રૂપિયાની કિમંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જત્થો, 6 મોબાઈલ ફોન વગેરે મળી કુલ 3,15,800 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં કોઈને શંકા ના જાય તે માટે કિન્નરનો વેશ ધારણ કરી દારૂના જત્થાની હેરાફેરી કરતા હતા. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


ગુજરાતમાં જમજીર ધોધ કેમ કહેવાય છે 'મોતનો ધોધ', જિલ્લા કલેકટરનો મહત્વનો નિર્દેશ