રવિ અગ્રવાલ, વડોદરા: સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં રક્ષક જ ભક્ષક બન્યાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. પીસીઆર વાનના ડ્રાઈવર અને ઈન્ચાર્જે યુવતી પર દુષ્કર્મ આચર્યું. યુવતીની સાથે રહેલા તેના મિત્રને પણ લૂંટી લીધો. આ બંને આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ગોત્રી સેવાસી રોડ પર આ યુવતી મિત્ર સાથે બેઠી હતી. ત્યારે પીસીઆર ગાડી આવીને ઊભી રહી અને તેમાંથી બે લોકો નીચે ઉતર્યા અને તેમની પાસેથી પૈસાની માગણી કરી. ડ્રાઈવર રસિક ચૌહાણ મિત્રને લઈને રૂપિયા લેવા ગયો અને ગોત્રી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પરથી યુવતીના મિત્ર પાસેથી 5000 રૂપિયા પડાવ્યાં. આ બાજુ ગોત્રી સેવાસી કેનાલ રોડ પર આવેલા એક ઝૂપડાંમાં આરોપી પોલીસકર્મી યુવતીને જબરદસ્તીથી લઈ ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. ડ્રાઈવરનું નામ રસિક ચૌહાણ અને ઈન્ચાર્જ સુરજસિંહ ચૌહાણ હતાં. યુવતીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આ બંને સામે ફરિયાદ નોંધાવી. મોડી રાતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો લોકોએ ઘેરાવ કર્યો હતો. પોલીસે આરોપી પોલીસકર્મી રસિક ચૌહાણ અને સુરજસિંહ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube