અમદાવાદ : ગુજરાતમાં ઉતરાયણનો પર્વ આજે ધામધુમથી ઉજવાયો હતો. તમામ લોકોએ કોરોનાનાં ખોફમાંથી બહાર આવીને ભરપુર ઉઝવણી કરી હતી. અત્રે ઉળ્લેખનીય છે કે, અનેક નિયમો છતા પણ લોકોએ મોટા ભાગના નિયમોનું પાલન કરીને ઉજવણી કરી હતી. સમગ્ર ગુજરાતમાં લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉતરાયણની ઉજવણી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ ઉજવણીમાં પક્ષીઓને ઇજાના અનેક બનાવો બન્યા હતા. જો કે પક્ષીઓને બચાવવા માટે અનેક સમાજસેવી સંસ્થાઓ અને સરકાર પણ પહેલાની જેમ જ મેદાને હતા. આજે રાજય કક્ષાના મંત્રી વન અને પર્યાવરણ જગદીશ પંચાલે આજે ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદ શહેરમા કરૂણા અભિયાન અંતર્ગત પતંગ દોરાથી ઈજાગ્રસ્ત પક્ષીઓના સારવાર કેન્દ્રોની મુલાકાત લીધી હતી. 


મંત્રીએ બોડકદેવ સ્થિત વન વિભાગના વાઈલ્ડલાઇફ કેર સેન્ટરમા ધાયલ પક્ષીઓની સારવારનુ નિરિક્ષણ કરી મહત્વના સૂચનો કર્યા હતા.
તેઓએ વાઈલ્ડલાઇફ ઈન્ટરપ્રીટેશન સેન્ટરની પણ મુલકાત પણ લીધી હતી. પ્રતીકાત્મક વૃક્ષારોપણ કર્યુ હતુ. શાળાના બાળકો સેન્ટરની મુલકાત લઈ વન્ય પ્રાણીઓ અને તેના સંરક્ષણ અંગે માહિતગગાર અને જાગૃત થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માન. મંત્રીશ્રીએ સૂચના આપી હતી.