ઝી બ્યુરો/કચ્છ: ફરી એકવાર પ્રાણીઓ પર ક્રૂરતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હવસ સંતોષવા માનવી ગમે તે હદે જતો હોય છે ત્યાં સુધી કે તે પશુ સાથે પણ સંબંધ બાંધતા અચકાતો નથી. પરંતુ આજે તો હેવાનિયતની તમામ હદ પાર કરતી ઘટના સામે આવી છે. ભુજમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કૂતરી સાથે અભદ્ર કૃત્ય કરી તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. સારવાર દરમિયાન ફિમેલ ડોગનું મોત થયું છે. જે અંગે ભુજ પોલીસ સ્ટેશનમાં IPC sec. 377 & PCA act 11(1)Lઅંતર્ગત ગુનો દાખલ કરવાના આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અબોલ જીવોને કંઇ વાતની મળી રહી છે સજા?
નોંધનીય છે કે, રોજબરોજના જીવનમાં કોઇ એક ટોપિક મળી ગયા પછી અમુક વાતો આપણે ખૂબ હળવેથી લેતા હોઇએ છીએ. પરંતુ આ કંઇક એ પ્રકારના સમાચાર થઇ ગયા છે, પણ શું આને હળવેથી લેવાય? જે પ્રાણીઓ અબોલ છે અજાણ છે તેમનો ઉપયોગ માનવ માત્ર પોતાની મઝા માટે કરે છે. ત્યારે સવાર એ ઉભો થાય છે કે આ અબોલ જીવોને કંઇ વાતની સજા મળી રહી છે? 


લાલ અને સફેદ રંગનાં અંદાજે 6, 7 જેટલા કોન્ડોમ
કચ્છનાં ભુજ ખાતે કોઈ અજાણ્યા વ્યક્તિએ કૂતરી સાથે તેના પ્રાઈવેટ પાર્ટમાં અભદ્ર કૃત્ય કરી અને તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો અરેરાટી વ્યાપી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. આ શખ્સે માદા ડોદની યોનીમાં રબર જેવી વસ્તુ દેખાતા તેને બહાર કાઢતા લાલ અને સફેદ રંગનાં અંદાજે 6, 7 જેટલા કોન્ડોમ બહાર કાઢ્યા હતા. જોકે, દુર્ભાગ્યવશ સારવાર દરમિયાન ફિમેલ ડોગનું મોત થયું છે. જે અંગે ભુજ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


વીડીયો ક્લીપ બનાવી મોકલતો ફૂટ્યો ભાંડો
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગત તા.૩૦/૧૦/૨૦૨૩ ના રોજ અંકિતાબેને સવારના આશરે 11 વાગ્યાના અરશામાં ફોન કરી જાણ કરી હતી કે અમારા ફળીયામા એક ડોગ બિમાર છે અને તેની સારવાર માટે ટીમ મોકલવા કહ્યું હતુ. જેથી સાંજના આશરે સાડા છ વાગ્યાના અરશામાં રામાભાઇ રબારી તથા હેડ કેર ટેકર વેરશી રાણાભાઇ સ્કૂલ તથા આસી, કેર ટેકર હરીશ રાણાભાઇ ફફલવાળાઓને આર.ટી.ઓ, રીલોકેશન સાઇડ ખાતે રાજગોર સમાજવાડી ખાતે મોકલાવેલ હતા. ત્યારબાદ મને વેરશીભાઇનો ફોન આવ્યો હતો. પરંતુ અમને ત્યાં કંઈ મળ્યું નહોતું. પરંતુ અન્ય એક કુતરી મળી હતી. જેની વીડીયો ક્લીપ બનાવી મને વોટ્સએપ કરી હતી. જે વીડીયો જોતા તે કુતરીના યોનીના માર્ગે સળો લાગેલ હોવાથી તેઓને સારવાર માટે સેન્ટર ખાતે લઇ આવવા માટે જણાવ્યું હતુ.
 
માદા ડોગની યોનીમાંથી રબર જેવી વસ્તુ દેખાઈ
ત્યારબાદ માદા ડોગને સારવાર કેન્દ્ર ખસેડાઈ હતી અને ત્યાં તેનું ડ્રેસીંગ કરતા હતા તે વખતે માદા ડોગની યોનીમાં રબર જેવી કોઇ વસ્તું દેખાઈ હતી. જેથી પશુ ચિકિત્સકને ફોન કરી સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું. જેથી તેઓ તરત જ અમારા સેન્ટર ખાતે આવેલ હતા. અને તેઓએ સારવાર કરી માદા ડોગની યોનીમાંથી રબર જેવી દેખાતી વસ્તુ બહાર કાઢી જોતા ચારથી પાંચ જેટલા લાલ તથા સફેદ કલરના કોન્ડોમ જોવા મળ્યા હતા. ત્યારબાદ માદા ડોગની હાલત ખુબ જ ગંભીર હોવાથી તેની સારવાર માટે સેપ્ટર હોમ ખાતે લઈ ગયા હતા.


પીએમ રિપોર્ટમાં સૌથી મોટો ઘટસ્ફોટ
ત્યારબાદ તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ વહેલી સવારના સારવાર દરમ્યાન માદા ડોગનું મોત થયું હતું અને બાદમાં માદા ડોગને પીએમ માટે જિલ્લા સરકારી પશુ દવાખાને ખાતે લઇ ગયા હતા અને પશુ ચિકિત્સક ડોક્ટરે તેનું પીએમ કર્યું હતું. ત્યારબાદ ડોક્ટરોએ જે હકીકત જણાવી તે જાણીને સો કોઈની આંખો ફાટી ગઈ હતી. પીએમમાં જાણવા મળ્યું હતું કે, માદા ડોગ સાથે સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય થયું હોવાનું જાણવા મળ્યું હતું. આમ કોઇ અજાણ્યા વ્યક્તિએ માદા કુતરી સાથે તેના ગુપ્ત ભાગે અસ્લીલ હરકત કરી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરેલ હોઈ અને તેનો ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી માદા કુતરીનું સારવાર દરમ્યાન મોત થતાં ફરિયાદ નોંધાઈ છે.