સુપ્રિમ કોર્ટનો ગુજરાતના નેતાઓને મોટો ઝટકો, પેન્ડિંગ 92 કેસો ફટાફટ ચાલશે
- દેશની સર્વોચ્ચ અદાલતમાં થયેલી એક અરજીમાં બહાર આવ્યું કે, દેશના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો સામે ઢગલાબંધ ક્રિમિનીલ કેસ ચાલે છે. જેમાં અનેકની સુનવણી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.
આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતમાં હવે ધારાસભ્યો અને સાંસદોની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રિમ કોર્ટે રાજ્યના ધારાસભ્યો અને સાંસદોને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસોને ઝડપી ચાલવવા આદેશ કર્યો છે. ત્યારે રાજ્યની તમામ જિલ્લા કોર્ટને ધ્યાને રાખી હાઈકોર્ટેના રજિસ્ટ્રારએ લિસ્ટ જાહેર કર્યું છે. ગુજરાત હાઇકોર્ટે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ જિલ્લાની તમામ કોર્ટમાં ઝડપી કેસ ચલાવવા આદેશ કર્યો છે. આવામાં હાઈકોર્ટે જાહેર કરેલા સાંસદ અને ધારાસભ્યો સામે થયેલ કેસોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ક્રિમિનલ કેસો ચાલતા હોવાના લિસ્ટમાં ધારાસભ્યો અને સાંસદો સામે 92 કેસો હોવાનો ખુલાસો થયો છે. તો 50 થી વધુ ધારાસભ્યો અને સાંસદોના નામ લિસ્ટમાં સામેલ છે.
આ પણ વાંચો : વડોદરામાં કોરોના કેસના સત્તાવાર અને બિનસત્તાવાર આંકડામાં મોટો ફેરફાર
સુપ્રિમ કોર્ટનો આદેશ
દેશની સર્વોચ્ચ અદાલતમાં થયેલી એક અરજીમાં બહાર આવ્યું કે, દેશના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો સામે ઢગલાબંધ ક્રિમિનીલ કેસ ચાલે છે. જેમાં અનેકની સુનવણી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. આ અરજીમાં ગુનાહિત છાપ ધરાવતા નેતાઓને ચૂંટણી લડવાથી દૂર રાખવાની માંગણી કરાઈ છે. જેથ સુપ્રિમ કોર્ટે પરિપત્ર જાહેર કર્યો કે, વર્તમાન તેમજ પૂર્વ સાંસદ-ધારાસભ્યોના પેન્ડિંગ કેસોના જલ્દી સુનવણી હાથ ધરીને તેનો ઝડપી નિકાલ કરવામાં આવે.
આ પણ વાંચો : દુનિયાની સૌથી લાંબી ‘અટલ ટનલ’નું આજે પીએમ મોદી કરશે ઉદઘાટન
ગુજરાતમાં કેટલા કેસ પેન્ડિંગ
ગુજરાતમાં ધારાસભ્યો અને સાંસદો સામેના 92 જેટલા કેસ પેન્ડિંગ છે. જેમાં સૌથી વધુ પાંચ કેસ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા સામે છે. આ ઉપરાંત ચાર કેસ તલાલાના ધારાસભ્ય બગા બારડ અને કુતિયાણાના ધારાસભ્યે કાંધલ જાડેજા પર છે. આ ઉપરાંત જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા પર પણ કેસ છે. આ તમામ કેસ ગેરકાયદેસર મંડળી, તોડફોડથી લઈને નાણાંકીય કૌભાંડ, અપહરણ અને હત્યાના ગુનાના છે.
કાંધલ જાડેજા. દીના બોઘા સોલંકી, છોટુ વસાવા, વિક્રમ માડમ, ભગા બારડ, લલિત વસોયા સહિતના નેતાઓ સામે ફોજદારી કેસ પેન્ડિંગ છે.
આ પણ વાંચો : લીબિયામાં 7 ભારતીયોનું અપહરણ, મુક્ત કરવા માટે માંગી મોટી રકમ