• દિવાળી પહેલાં જ હજારો પેન્શનર્સના ઘરે આવી ગઈ દિવાળી

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    લાંબા સમયથી ચાલતા વિવાદનો આવી ગયો સુખદ અંત

  • સુપ્રીમકોર્ટનો ચૂકાદો સ્વીકારીને ગુજરાત સરકારના નાણાં વિભાગે ઠરાવ કર્યો

  • જૂન-2006થી રિટાયર્ડ 85 હજારથી વધુ પેન્શનર્સને 750 કરોડ ચૂકવાશે

  • નિવૃત્તિને ગમે તેટલા વર્ષ થયા હોય પણ એરિયર્સ માત્ર ત્રણ વર્ષનું જ મળશે


Supreme Court Judgement on Pension: લાંબા સમયથી ગુજરાત સરકારનો હિસ્સો રહી ચુકેલા સરકારી કર્મચારીઓ પેન્શનની લડાત ચલાવી રહ્યાં હતાં. ત્યારે આખરે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને પગલે આ વિવાદનો સુખદ અંત આવી ગયો છે. આખરે સરકારે કર્મચારીઓની માંગમી સ્વીકારવી પડશે. સુપ્રીમ કોર્ટે કર્મચારીઓના હકમાં ફેંસલો કર્યો છે. સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી ગુજરાતના હજારો કર્મચારીઓને પેન્શનનો લાભ. 


નાણા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી આઈ.ડી.ચૌધરીની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં ગુજરાત સરકારે હજારો પેન્શનર્સ અંગે લીધેલાં નિર્ણય અંગે વિગતવાર વાત કરવામાં આવી છે. સાથે સરકારના આ નિર્ણય અને તેની પાછળના પરીબળોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ૧૨મી ઓગસ્ટના રોજ પ્રસિધ્ધા આ ઠરાવમાં મદ્રાસ હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટની ઔરાગાંબાદ બેન્ચ, સુપ્રીમના અનેક ચુકાદાઓને ટાંકીમાં આવ્યા છે. 


જાણો કોને મળશે લાભ?
ગુજરાત સરકારે ૩૦મી જૂન-૨૦૦૬ કે તે પછીના વર્ષોમાં ૩૦ જૂને રિટાયર્ડ થયા હોય તેવા અંદાજે ૮૫ હજારથી વધુ પેન્શનરને જૂલાઈ મહિનાનો ઈજાફો ગણી પેન્શન આકારવા નિર્ણય કર્યો છે. ગુજરાતમાં ૧લી જાન્યુઆરી ૨૦૦૬થી છઠ્ઠા પગાર પંચનો અમલ થાયો ત્યારથી દરેક કર્મચારીઓ માટે ઈજાફાની તારીખ એક સમાન અર્થાત દરવર્ષે ૧લી જૂલાઈ થઈ હતી. આથી, પેન્શન આકારણીને લઈ છેક સુપ્રીમ કોર્ટ સુધી ચાલેલી ન્યાયીક લડતને અંતે ગુજરાત સરકારે જૂન- ૨૦૦૬ કે તે પછીના વર્ષોમાં ૩૦મી જૂને નિવૃત થયેલા તમામ પેન્શર્ન્સને રૂ.૭૫૦ કરોડ ચૂકવવા નિર્ણય કર્યો છે.


સરકારે કરેલાં ઉપરોક્ત ઠરાવ અંગે નાણા વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે, ગુજરાતમાં છઠ્ઠુ પગાર પંચ અમલમાં આવ્યુ તે પહેલા કર્મચારી સેવામાં જોડાય તે તારીખને આધારે દરવર્ષે પગારમાં ઈજાફો આપવામાં આવતો. છઠ્ઠા પગાર પંચના અમલથી દરેકને ઈજાફા માટે દરવર્ષે ૧લી જુલાઈ નિયત થતા વર્ષ ૨૦૦૬થી જેઓ ૩૦મી જૂને રિટાયર્ડ થતા. તેમને ઈજાફા સાથેનુ પેન્શન મળતુ નહોતુ. ખરેખર તો જે ઈજાકા માટે લાયક હતા, વર્ષ પૂર્ણ કરતા હતા પરંતુ, ૩૦ જૂને રિટાર્યડ થતા હતા એથી તેમને અન્યાય થઈ રહ્યો હતો. એથી, સરકારે સુપ્રીમના ચૂકાદાને સ્વિકારીને ઉપરોક્ત નિર્ણય કર્યો છે. 


દૂર કરાઈ એરિયર્સ અંગેની ગૂંચવણોઃ
સરકારી કર્મચારીઓના એરિયર્સ મુદ્દે ગુંચવણો સર્જાતા નિવૃતિને ગમે તેટલા વર્ષો થયા હોય પરંતુ, તે પૈકી માત્ર ત્રણ જ વર્ષનું એરિયર્સ ચૂકવવા નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અલબત્ત ૧ જુલાઈ ૨૦૨૩થી દરેકને રેગ્યુલર પેન્શન મળશે. ઉપરાંત રજાપગાર, ગ્રેજન્યુઈટી તો મળશે જ. આ નિર્ણયથી સરકારી તિજોરી ઉપર અંદાજે રૂ.૭૫૦ કરોડનું ભારણ આવશે. જો કે, વર્ષોથી જેમને અન્યાય થતો હતો તે દૂર થશે.