ઝી બ્યુરો/વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે રખડતા ઢોરોના કારણે પ્રજા પરેશાન થઈ છે. છેલ્લા એક મહિનામાં ધરમપુર નગર પાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોના કારણે 11 જેટલા અકસ્માતો થયા છે. જેના કારણે લોકોમાં ડરનો માહોલ બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Diesel વાહનો થશે મોંઘા? નીતિન ગડકરીએ કર્યો મોટો ખુલાસો, EV નો આવશે જમાનો!


વલસાડ જિલ્લામાં દિવસ અને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે વલસાડ તાલુકાના ધરમપુર ખાતે રખડતા ઢોરોના કારણે પ્રજા પરેશાન થઈ ગઈ છે. રસ્તા ઉપર અધિંગો જમાઈને બેસેલા ઢોરોના કારણે ધરમપુર તાલુકામાં એક મહિનાના અંદર 11 જેટલા અકસ્માતો થવા પામ્યા છે. ધરમપુરના જાહેર માર્ગો ઉપર મોટી સંખ્યામાં ઢોર અધિંગો જમાઈને બેઠા હોય છે. તેના કારણે રાત્રે દરમિયાન વાહન લઇને નીકળેલા લોકોને ઢોરો ન દેખાવાના કારણે અકસ્માત થવા પામે છે. 


ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય કેજરીવાલને આપી શકે છે રાહત


ધરમપુર નગરપાલિકા હદ વિસ્તારમાં રસ્તાઓ પર ઘણી વખત રખડતા ઢોરો બાખરવાના કારણે જાહેર જનતા એનો ભોગ બનતી હોય છે, તો કેટલીક વખત લોકોએ નુકસાની વેથવાનો પણ વારો આવે છે. સ્થાનિકો દ્વારા રખડતા ઢોરો પકડવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં ઘોર નિંદ્રામા સુતેલી નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈપણ નક્કર પગલાં ન ભરવાના કારણે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. ધરમપુર નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ ઉપર થતી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. તો પાલિકાના સત્તાધીશો પોતાનો લુલો બચાવ કરતા નજરે પડ્યા હતા.


ગુજરાતમાં દીકરીઓ સલામત નથી, સુરત બાદ બનાસકાંઠામાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ


બીજી તરફ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રખડતા ઢોર પર પ્રતિબંધ લાવવા માટે નગરપાલિકા સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે, તો ઢોરોને પકડી કોઈ નક્કર જગ્યાએ મૂકવા માટે જમીન શોધવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે જોવું એ રહ્યું કે પ્રજાને રખડતા ઢોરોના ત્રાસથી છુટકારો ક્યારે મળશે. 


પેટ્રોલની ટાંકી કરાવી દેજો ફૂલ, 2 દિવસ પેટ્રોલપંપ રહેશે બંધ: આ રાજ્યમાં બબાલ