અમદાવાદઃ ગુજરાતના આકાશમાંથી વરસી રહેલા અગનગોળાથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે, કાળઝાળ ગરમીએ એવી માઝા મુકી છે કે, હીટસ્ટ્રોકના એકમાં એકાએક વધારો થઈ ગયો છે...બપોરે રોડ પર નીકળવું આફતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે...ત્યારે ગુજરાતમાં કેવો રહ્યો ગરમીનો પારો?, ગરમીથી રાહતના શું છે સમાચાર?...જુઓ આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ભારે ગરમી
આકરો ઉનાળો આવો પણ હોય છે?, સૂરજ દેવ આટલા પણ ખિજાઈ શકે છે?, આવી આકરી ગરમી ક્યારેય જોઈ નથી, નતો ક્યારેય જોવાનું ઈચ્છા પણ છે...ભઠ્ઠીમાં શેકાઈ જઈએ તેવો અહેસાસ થઈ રહ્યો છે...બપોરે તો બહાર નીકળવું એટલે જાણે હોસ્પિટલમાં જવાનું સીધું નિમંત્રણ...ગ્લોબલ વોર્મિંગ અને ઓઝોનનું સ્તર ઘટતાં સૂર્યના સીધા કિરણો ધરતી પર એવા પડી રહ્યા છે કે જેનાથી સૌ કોઈ તોબા તોબા પોકારી ગયું છે.


આ પણ વાંચોઃ ભાવનગરમાં ચાલ્યું બુલડોઝર, મનપાએ હજારો વર્ગ મીટર જમીન પર ગેરકાયદેસર દબાણો હટાવ્યા


હીટસ્ટ્રોકના કેસમાં વધારો
કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસમાં પણ એકાએક વધારો થઈ ગયો છે...અત્યાર સુધી 72 જેટલા કેસ હીટ સ્ટ્રોકના નોંધાયા છે...17 એપ્રિલ પછી રોજના 70થી 80 કેસ આવી રહ્યા છે....ગરમીનો પારો રોજ ઉપરને ઉપર જઈ રહ્યો છે, જેના કારણે કેસમાં પણ સતત વધારો થવાની સંભાવના છે...ગુજરાતમાં હજુ પણ 4 દિવસ હીટવેવની આગાહી છે....ક્યારે કેટલાક હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા તેની વાત કરીએ તો, 18 મેએ 83 કેસ, 17 મેએ 85 કેસ, 18 મેએ 97 કેસ, 19 મેએ 106 કેસ, 20 મેએ 105 અને 21 મેએ 72 કેસ હીટ સ્ટ્રોકના નોંધાયા છે....


હીટ સ્ટ્રોકના ક્યારે કેટલા કેસ?
18 મેએ 83 
17 મેએ 85
18 મેએ 97 
19 મેએ 106 
20 મેએ 105
21 મેએ 72


આ પણ વાંચોઃ પ્રજાના પૈસાનું પાણી! વડોદરામાં લાખોના ખર્ચે બનાવેલા રોડ ખોદી નાખ્યાં, અપાયો આ આદેશ


હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવું, તો આરોગ્ય વિભાગે પણ કહ્યું છે કે, ગરમીમાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ, લીંબુ શરબત, જ્યુસ, છાશ સહિતના પીણાનો વધારે આગ્રહ રાખવો જોઈએ...


તો આકરી ગરમી વચ્ચે થોડી રાહત આપતા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે....આગામી પાંચ દિવસ ગરમીથી આંશિક રાહત મળી શકે છે, જે હીટવેવ છે તેમાં થોડો ઘટાડો થઈ શકે છે....


ગરમી વચ્ચે સારા સમાચાર એ પણ છે કે આ વખતે ચોમાસા વહેલું બેસે તેવું અનુમાન છે. જે પ્રકારે ગરમી પડી રહી છે તેનાથી વરસાદ વહેલો આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે...સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે, જલદી ચોમાસુ શરૂ થાય અને આ ગરમીથી રાહત મળે....