હાર્દિક દીક્ષિત/વડોદરા: વડોદરામાં મોર્ગેજ વાળી જગ્યાને બિલ્ડરે બારોબાર વેચી મારતા પોતાના સપનાનું ઘર ખરીદનાર નાગરિકોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. બિલ્ડર દ્વારા સમયસર બેંકની લોનની ભરપાઈ ન કરાતા બેંક દ્વારા 25થી વધુ ફ્લેટને સિલ મારી દેવાતા અહી રહેતા નાગરિકોને રોડ પર રેહવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના અટલબ્રિજ નિર્માણના કરોડો રૂપિયા પાણીમાં! એક જ વરસાદમાં સેફ્ટી વોલ ધ્વસ્ત


મધ્યમ વર્ગના લોકો શરૂઆતથી જ પોતાના પરિવાર માટે સપનાનું ઘર ખરીદવાની ઈચ્છતા ધરાવતા હોય છે. પોતાની મેહનતની કમાણીનો એક એક રૂપિયો ભેગો કરી બિલ્ડરને આપતા હોય છે અને જો બાદમાં પોતે છેતરાયા હોવાની જાણ થાય તો આવા લોકો પર શું વીતતી હશે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી. આવું જ કઈક વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રેહતા લોકો સાથે બન્યું છે. ગોત્રી અને ભાયલી વિસ્તાર વચ્ચે આવેલા આનંદ કિરણ ફ્લેટમાં રહેતા લોકોને બિલ્ડર દ્વારા છેતરવામાં આવ્યા છે.


VIDEO: સાદગીના પર્યાય એટલે CM! ફરી સામાન્ય માણસની જેમ અહીં કિટલી પર ચા પીધી!


અહીં રહેતા લોકો દ્વારા વર્ષ 2018માં બિલ્ડર જલા સાઠીયા પાસેથી લાખો રૂપિયા ખર્ચી માકાનો તેમજ દુકાનો ખરીદવામાં આવ્યા હતા. નાગરિકો દ્વારા વર્ષ 2023 સુધી મિલકતની તમામ રકમ ચૂકવી દેવામાં આવી છે. છતાં બેંક દ્વારા લોનની રકમ ચૂકવવાની નોટીસ મળતા સ્થાનિક રહીશો દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં બિલ્ડર દ્વારા મિલકત પર બારોબાર મોર્ગેજ લોન લીધા બાદ ચૂકવણી ન કરાઇ હોવાનો ખુલાસો થયો હતો. બિલ્ડર જલા સાઠીયા (ભરવાડ) એ બેંકને લોનની રકમ ન ચૂકવતાં DCB બેંક દ્વારા 25 થી વધુ મકાનો સિલ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે આનંદ કિરણ ફ્લેટમાં રહેતા નાગરિકો એ રસ્તા પર રેહવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 


શું બિપોરજોય નામનું વાવાઝોડું ગુજરાતમાં બોલાવશે ધબધબાટી? 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન


પોતે છેતરાયા હોવાનો એહસાસ થતા સ્થાનિક રહીશો દ્વારા બિલ્ડર જલા સાઠીયા (ભરવાડ)ને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ માથાભારે બિલ્ડર દ્વારા રોકાણકારો ને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે. અનેક લોકોનું ફુલેકું ફેરવનાર બિલ્ડરજલા સાઠીયા (ભરવાડ)એ મચક ન આપતા ભોગ બનનાર લોકો દ્વારા હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા છે. 


ઓડિશાની આફતમાં નોંધારા બનેલા બાળકોના તારણહાર બન્યા અદાણી, કરી આ મોટી જાહેરાત