ઝી મીડિયા/બ્યૂરો- અમદાવાદ: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ફરી કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી 1 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં 57 કલાકનું કર્ફ્યૂ જાહેર કર્યું હતું આ ઉપરાંત રાજ્યના ત્રણ મહાનગરોમાં શનિવાર અને રવિવાર દરમિયાન રાત્રી કર્ફ્યૂ જાહેર કર્યું હતું. જો કે, રાજ્યના ચાર મહાનગરોમાં વિકેન્ડ કર્ફ્યૂ બાદ આજે સોમવારે વહેલી સવારથી આ ચાર મહાનગરો ફરી લોકોની અવર જવર જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના ચારેય મહાનગરોમાં ફરી વહેલી સવારથી જ વિવિધ જગ્યાઓ પર સામાન્ય દિવસની જેમ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના દર્દીને દાખલ કરવા માટે નક્કી કરાયા 5 માપદંડ, અન્યોને હોમ આઇસોલેટ કરાશે


જમાલપુર માર્કેટમાં સરકારના નિયમો
અમદાવાદ શહેરમાં 57 કલાકના કર્ફ્યૂ પૂર્ણ થયા બાદ ફરી અમદાવાદના રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદનું જમાલપુર શાકમાર્કેટ લોકોને ભીડથી છલકાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ કરવાની આવી રહ્યા છે. જો કે માર્કેટમાં મોટાભાગના ખરીદી કરવા આવનાર ગ્રાહક અને વેપારીઓના ચહેરા ઉપર માસ્ક જોવા મળી નથી મળી રહ્યું. લોકો દંડથી બચવા માટે માત્ર પહેરવા ખાતર માસ્ક પહેરતા હોય તેમ નાકના નીચેના ભાગમાં માસ્ક રાખે છે. હજુ લોકોમાં જાગૃતતા જોવા મળી રહી નથી. બીજી તરફ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળી રહ્યો છે. જો આવી જ પરિસ્થિતિ રહી અને લોકોમાં જાગૃતતા નહિ આવે તો શહેરમાં વધતા જતા કોરોનાના કેસ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે હવે લોકોમાં સ્વયં જાગૃતિની જરૂર છે.


આ પણ વાંચો:- GUJARAT CORONA UPDATE: નવા 1495 કેસ 1167 સાજા થયા અને 13 લોકોનાં મોત નિપજ્યાં


વડોદરાના રસ્તા ઉપર લોકોની ભીડ
વડોદરાના રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે વડોદરામાં APMC માર્કેટમાં નિયમોના ધજીયા ઉડતા જોવા મળી રહ્યાં છે. વહેલી સવારે 6 વાગ્યાથી APMC માર્કેટ ખુલ્યું છે, ત્યારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થયા હતા. માર્કેટમાં નાના મોટા વેપારીઓ ખરીદ વેચાણમાં લાગ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. APMCના વેપારીઓ બેખોફ ધંધો કરી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ફેલાવવાની સંભાવના જોવા મળી રહી છે.


આ પણ વાંચો:- સરકારના 1500 બેડ ખાલી હોવાના દાવા વચ્ચે દર્દીઓને 68 કિલોમીટર દુર કરમસદ મોકલાય છે


વડોદરામાં ખંડેરાવ માર્કેટમાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. કોરોનાનું સંક્રમણ વધ્યું છતાં લોકો બેખોફ રસ્તા પર ફરી રહ્યાં છે. નાઈટ કર્ફ્યું બાદ પણ લોકો જાગૃત થઈ રહ્યાં નથી. ફ્રૂટ અને શાકભાજી ખરીદવા આવતા લોકો અને વેપારીઓ નિયમોની અવગણના કરી રહ્યા છે. નાસ્તાની લારીઓ પર પણ લોકો ભીડ જોવા મળી રહી છે. ખંડેરવા માર્કેટ કોર્પોરેશન કચેરીની પાછળ જ આવેલું છે. માસ્ક વગર પણ ફરતા લોકો જોવા મળ્યાં હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube