ઉદય રંજન/અમદાવાદ: અલગ અલગ ન્યુઝ પેપરમાં અમેરિકા, કેનેડા જેવા દેશોના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીનો સાયબર ક્રાઇમ એ પર્દાફાશ કર્યો છે... સાયબર ક્રાઇમ એ સુરતથી બે આરોપીની ધરપકડ કરી 15 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. તો બીજી તરફ આરોપી વિરુદ્ધ વધુ ગુના નોંધાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સાઇબર ક્રાઇમ ની કસ્ટડીમાં રહેલા આ બે આરોપી ના નામ ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણ છે બંને આરોપી મૂળ સુરત વિસ્તારના રહેવાસી છે બન્ને આરોપી એ સાથે મળી છેતરપિંડી નો એવો માર્ગ શોધી કાઢ્યો કે છેલ્લા 4 વર્ષથી લોકો સાથે લાખ્ખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. પરંતુ પોલીસ પકડથી દૂર રહ્યા હતા. અમેરિકા અને કેનેડા જવા ઇચ્છતા લોકોને વર્ક પરમિટ આપવાના બહાને તેમની પાસેથી છેતરપિંડી કરતા હતા. જેમાં ભોગ બનનાર ને બેંક એકાઉન્ટ મા રૂપિયા ની ખોટી એન્ટ્રી બતાવવા માટે બીજા ભોગ બનનાર ના બેંક એકાઉન્ટ નો ઉપયોગ કરતા હતા.


અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા માટે આવશે PM MODI, આ દેશના PMને પણ અપાયું આમંત્રણ


છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી અંદાજીત 31 લાખથી વધુની 14 લોકો સાથે છેતરપિંડી કરી છે. પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે હકીકત સામે આવી કે ઉમેશ ચૌહાણ ધોરણ 12 ભણેલો છે અને અગાઉ બેંકમાં એકાઉન્ટ ખોલવાની સામાન્ય નોકરી કરતો હતો. જ્યાથી તે પોતાના બેંક એકાઉન્ટ કે સિમકાર્ડ વાપર્યા વિના છેતરપિંડી કરતા શીખ્યા. 


રેલવેમાં 1785 જગ્યાઓ પર બમ્પર ભરતી, બસ માત્ર કરવું પડશે આ કામ, સંપૂર્ણ વિગતો જાણો


જે બાદ આરોપી એ વિઝા માટે જરૂરી બેંક બેલેન્સ બતાવવા માટે અરજદારોના નામે બેંક અકાઉન્ટ ખોલાવી તેમના નામના સિમ કાર્ડ પણ મેળવી લેતો હતો. જે બાદ ફોન હેક કરી ફરિયાદીની તમામ રૂપિયા અલગ અલગ ચાર્જ પેટે પડાવી છેતરપિંડી આચરતા હોવાનુ સામે આવ્યુ છે. સાથે જ પોલીસે 14 ગુનામા ભોગ બનનાર ની હકીકત તપાસી ત્યારે સામે આવ્યુ કે તમામ ગુનામાં અન્ય ભોગ બનનાર ના બેંક અકાઉન્ટ અને સિમકાર્ડ નો ઉપયોગ થયો છે. જેથી આરોપી નાસતો ફરતો રહ્યો હતો


સાયબર ક્રાઇમે સીઆઈડી ક્રાઈમની સાથે મળી 14 ગુનાની હકિકત અંગે તપાસ કરતા સુરતનો એક વિસ્તાર લોકેટ થયો. જ્યાં બન્ને આરોપીની સતત ચહલપહલ રહેતી હતી. સાથે જ સિમકાર્ડના લોકેશનના આધારે તપાસ કરી પોલીસે આરોપીને તેના અવાજ અને વાત કરવાની રીત થઈ ઝડપી પાડ્યો.


મહેસાણામાં એજન્ટોએ ખોલી છે લૂંટની દુકાન, VIDEOમાં જુઓ કેવી રીતે ચાલે છે ષડયંત્ર?


સાયબર ક્રાઇમે બન્ને આરોપી ની ધરપકડ બાદ ગુનાની મોડસ ઓપરેન્ડી સમજવા માટે પૂછપરછ શરૂ કરી ત્યારે હકીકત સામે આવી કે આરોપી ન્યુઝ પેપરમાં જાહેરાત આપવા માટે પણ મુંબઈના એક યુવકનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો. જે યુવકને ક્યારેય આરોપીને મળ્યા નથી. પરંતુ તેને રૂપિયા અલગ અલગ ભોગ બનનારના ખાતામાં રૂપિયા પહોંચી જતા હતા. જેથી આ ગુનામાં સાયબર ક્રાઇમે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.