સુરત: શહેરના ઉધના વિસ્તારમાં રોડ રોમિયોએ યુવતી ની છેડતી કરતા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી મીરાનગર પાસેથી એક યુવતી બપોરના સમયે પસાર થઈ રહી હતી. દરમિયાન રોડ રોમિયો દ્વારા આ યુવતીની છેડતી કરી તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં યુવતીએ બુમાબુમ કરી લેતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. યુવકને પકડીને જાહેરમાં જ તેની સરભરા ચાલુ કરી હતી. જોતજોતામાં ટ્યાં ટોળુ એકત્ર થવા લાગ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: સરકારે પાટીદાર યુવાનોને કેસ પરત ખેંચવાની લોલીપોપ આપી, હાર્દિકની પત્ની


લોકોએ આ રોડ રોમિયોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. આ સાથે આસપાસના લોકોએ પણ પોતાના હાથ સાફ કર્યો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઇ મામલો થાળે પાડ્યો હતો. રોડ રોમીયોની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે પોલીસ પેટ્રોલીગ વરચે આ રીતની ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે લોકોએ જ્યારે લોકોએ તેને ઝડપી લીધો ત્યારે યુવતીએ પણ પટ્ટાવડે યુવાનને મેથીપાક ચખાડ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube