વડોદરામાં સમલૈંગિક સમુદાયના લોકોએ કાઢી સન્માન યાત્રા
સમાજમાં પોતાના હક માટે લડતા સંમલૈંગિક સમુદાયના લોકોએ રેલીમાં દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
વડોદરાઃ સમાજમાં પોતાનો સ્વીકાર કરવામાં આવે અને પોતાને પણ સામાન્ય લોકોની જેમ તમામ હક મળે તે માટે સંમલૈંગિક સમુદાય પોતાન લડત આપી રહ્યો છે. ત્યારે આજે વડોદરામાં સંમલૈગિક સમુદાયના લોકો ધ્વારા સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. ફોરમ ફાઉન્ડેશન ધ્વારા આયોજિત સંમલૈગિક સન્માન યાત્રામાં દેશભરમાંથી સંમલૈગિક, ટ્રાન્સઝેન્ડર તથા એલજીબીટી સમુદાયના લોકો જોડાયા હતા. શહેરના ડેરીડેન સર્કલથી સન્માન યાત્રા કાઢવામાં આવી જે ફતેગંજ વિસ્તારમાં પુરી થઈ હતી. યાત્રા પહેલા સંમલૈગિક સમુદાયના લોકોએ ડેરી ડેન સર્કલ ખાતે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સંમલૈગિક સમુદાયના લોકો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. સંમલૈગિકોએ સરકાર પાસેથી મહિલા અને પુરુષોને જે અધિકારો મળે છે તે જ અધિકારો તેમને મળે તેવી માંગ કરી છે. સાથે જ લોકોને સંમલૈગિક સમુદાયના લોકોને પોતાના જ સમજે તેવી અપીલ કરી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં સંમલૈંગિક સમુદાયના લોકો જોડાયા હતા.