અમદાવાદના લોકોને હવે વાયુ પ્રદૂષણથી મળશે રાહત, શહેરમાં AQI કંટ્રોલ કરવા AMCએ વસાવ્યા મિસ્ટ મશીન
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. શહેરના કેટલાક વિસ્તારમાં વાયુની ગુણવત્તા ઘણી ખરાબ થઈ ગઈ હતી. ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો હતો. હવે કોર્પોરેશન દ્વારા વાયુ પ્રદૂષણને કાબુમાં રાખવા માટે વિવિધ પ્રયોગ કરવામાં આવી રહ્યાં છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે એએસમીએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હવામાં ધૂળના રજકણ તેમજ પ્રદૂષણ ઘટાડવા માટે અમદાવાદ કોર્પોરેશન કરોડોનો ખર્ચ કરશે. હવાની ગુણવતા સુધારવા માટે એએમસી રૂપિયા 44 લાખના ખર્ચે મિસ્ટ મશીન ખરીદ્યા છે. આ મિસ્ટ મશીન વાનથી ડમ્પ સાઇટ તેમજ ઝાડ પર રહેલી ધુળ પર વોટર પાર્ટીકલ્સ સ્પ્રે કરાશે. હાલ પ્રાયોગિક ધોરણે બે મશીન ખરીદાયા છે. જે ભવિષ્યમાં ૧૬ મશીન ખરીદવાનું આયોજન કરાયુ છે.
મીસ્ટ વાન મીસ્ટ મશીન એર કવોલીટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવામાં ધુળનાં રજકણ તથા રોડ ડસ્ટને કારણે થતા એર પોલ્યુશનમાં ઘટાડો મેળવવા ખરીદ કરવામાં આવેલ છે. સદર મશીન દ્વારા C & D વેસ્ટનાં નિકાલ તથા ટ્રાન્સપોર્ટેશન સંદર્ભે થતા એર પોલ્યુશનને કંટ્રોલ કરવામાં સફળતા મળે છે.વધુમાં શહેરમાંથી નીકાલ કરવામાં આવતા કચરાની પીરાણા ડમ્પીંગ સાઇટ પર કાર્યરત બાયો-માઈનીંગ પ્રોજેકટની જુદી-જુદી મશીનરીઓ દ્વારા સતત થતી કામગીરીને કારણે વેસ્ટ સેગ્રીગેશનની કામગીરીમાં હવામાં ફેલાતી ડસ્ટને કારણે થતું પોલ્યુશનમાં ઘટાડો મેળવવા આવી કામગીરી સ્થળે મીસ્ટ મશીનથી સતત મીસ્ટ સ્પ્રે કરવામાં આવે છે.
આ પણ વાંચો- આ છે અમદાવાદના 7 ઐતિહાસિક અને લોકપ્રિય મંદિરો, એકવાર જરૂર દર્શન કરવા જજો
મીસ્ટ મશીનથી ડાબી તથા જમણી બાજુમાં તેની કેનનને ફરતી રાખી 25 માઈક્રોન સાઈઝનાં વોટર પાર્ટીકલ્સ સ્પ્રેને આધારે અંદાજે 90થી 95 ફુટની લંબાઇમાં હવામાં રહેલ ડસ્ટનાં પોલ્યુશનમાં ઘટાડો મળી રહે છે. આ પ્રકારનાં 1 મશીનની ખરીદ કિમંત રૂા. 44.૦૦ લાખ છે. અ.મ્યુ.કો દ્વારા આગામી સમયમાં શહેરનાં મુખ્ય માર્ગો પર આવેલ મોટા ઝાડ નાં પાંદડાં વિગેરે પર જામી જતી ડસ્ટ–ધુળ વિગેરેને દૂર કરવા માટે આવા વધુ મશીનો ખરીદ કરી ઉપયોગમાં મુકવામાં આવનાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube