ગાંધીનગર: કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ભારત બંધના મુદ્દે ભાજપના આઇ.કે.જાડેજાએ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલું બંધ સદંતર નિષ્ફળ નિવડ્યું છે.કોંગ્રસની સાથે ગુજરાતની પ્રજા નથી કોંગ્રેસેબંધ માટે હવાતિયા મારવા પડ્યા હતા. ગણ્યા ગાઠ્યા વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી. અને લોકોને ભાજપની સરકાર પર વિશ્વાસ છે. અને કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવને લઇને ચિંતિત
ભારતમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધની અસર ગુજરાતમાં ઓછી જગ્યાએ જોવામાં આવી તેવું ભાજપના નેતા આઇ.કે. જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. કોંગ્રેસ કોઇને કોઇ રીતે હિસાત્મક રીતે પ્રચાર માધ્યમોમાં રહેવા માંગે છે. કોગ્રેસે લોકશાહીનો દૂર ઉપયોગ કરીને જબરજસ્તીથી બંધ પાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સરકાર પેટ્રોલના વધી રહેલા ભાવને લઇને ચિંતીત છે. પરંતુ પેટ્રોલ અને ડિઝલના ભાવએ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધાર રાખતા હોવાથી તેમાં ઘટાડો કરવો મુશ્કેલ છે. તેવુ આઇ.કે જાડેજાએ જણાવ્યું હતું.