ઇડરના લોકો રામનવમીએ રાવણના ઘરે એકઠા થાય છે, ખુદ મોરારી બાપુ પણ અહીં હાજર રહી ચુક્યાં છે
રામ નવમીએ ઈડરમાં મુંબઈ, અમદાવાદ અને વડોદરા સહિત અનેક સ્થળોએથી રામના ભક્તો લંકેશના ઘરે એકઠા થવાની પરંપરા છે. લંકેશના ઘરે આ શબ્દ અને વાક્ય જોઈને તમને જરુર નવાઈ લાગી હશે, પરંતુ વાત જાણે એમ છે કે લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદીના ધરે ભક્તો એકઠા થાય છે. જોકે આ વખતે તેમના મિત્રો અને ભક્તોમાં એક નિરાશા છે કે, અરવિંદ ત્રિવેદી તેમની વચ્ચે નથી.
શૈલેશ ચૌહાણ/ઇડર : રામ નવમીએ ઈડરમાં મુંબઈ, અમદાવાદ અને વડોદરા સહિત અનેક સ્થળોએથી રામના ભક્તો લંકેશના ઘરે એકઠા થવાની પરંપરા છે. લંકેશના ઘરે આ શબ્દ અને વાક્ય જોઈને તમને જરુર નવાઈ લાગી હશે, પરંતુ વાત જાણે એમ છે કે લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદીના ધરે ભક્તો એકઠા થાય છે. જોકે આ વખતે તેમના મિત્રો અને ભક્તોમાં એક નિરાશા છે કે, અરવિંદ ત્રિવેદી તેમની વચ્ચે નથી.
અલ્પેશ ઠાકોરનો હુંકાર, મને ગાળો આપનારાઓની ખેર નથી હું દરેકને જોઇ લઇશ
લંકેશથી જાણિતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયા બાદ પ્રથમ વાર રામનવમીની ઉજવણી તેમના નિવાસસ્થાને ઉજવાઈ રહી છે. અહી રામને પણ જાણે લંકેશનો ખાલીપો વર્તાઈ રહ્યો હોય એવી સ્થિતી છે. લંકેશથી ઓળખાતા અરવિંદ ત્રિવેદી પ્રતિ વર્ષ રામનવમીએ ઇડર તેમના વતનમા આવેલા નિવાસ સ્થાને આવતા અને જ્યાં પોતાના ઘરે જ રાખેલી રામની સુંદર પ્રતિમાની પૂજા અર્ચના કરતા હતા. વહેલી સવારથી જ તેમનો પરિવાર અને તેમના મિત્રો સહિત રામ ભક્તો તેમના ઘરે પૂજામાં સામેલ થતા હતા. આ વખતે તેમની હયાતી નહી હોવાને લઈ લંકેશની યાદો સાથે રામની પૂજા કરવામાં આવી રહી છે.
રામ જન્મોત્સવની આ વખતે પૂજા અર્ચના તેમની પુત્રી એકતાબેન ત્રિવેદી અને તેમના પૌત્રી તેમજ તેમનો પરિવાર કરી રહ્યો છે. રામ જન્મોત્સવ વખતે લંકેશનો ચહેરો નિહાળવોએ પણ એક અદ્ભૂત દૃશ્ય સર્જતુ હતુ. કારણ કે લંકેશના ચહેરા પર રામની પૂજા કર્યાનો અનેરો આનંદ છવાયેલો રહેતો હતો. ઢળતી ઉંમર હોવા છતાં તેઓ શંખનાદ જાતે કરતા અને શ્લોકોનુ પઠન કરીને લોકોને આશ્વર્યમાં મુકી દેતા હતા. તેમનામાં રામની પૂજા માટે ખૂબ ભાવ રહેતો અને તેઓએ માટે ખુશી ખુશી જન્મોત્સની ઉજવણી કરતા હતા.
સેંકડો વિદ્યાર્થીઓ ખોટા કેન્દ્ર પર પહોંચી ગયા, શી ટીમ દ્વારા બસ બાંધીને સાચી જગ્યાએ પહોંચાડાયા
પાયશ્વિત વ્યક્ત કરતા હતા લંકેશઅરવિંદ ત્રિવેદી હયાત હોવા દરમિયાન વાતચિતમાં કહેતા કે, તેઓ રામાયણની સિરીયલના શૂટ દરમિયાન રામના સુંદર ગુણો વધુ સારી રીતે શ્રેણીમાં દેખાઈ આવે મારો પ્રયાસ હરપળ કેમેરા સામે રહેતો હતો. હું પ્રભુ શ્રીરામના પ્રતિદ્વંદી રાવણના રોલમાં હતો. જેના કારણે મારે રામનો વિરોધ કરવો પડતો હતો. જેના કારણે પમને સતત ગ્લાની રહેતી હતી. આ વિરોધથી મારું મન વ્યથિત રહેતુ હતુ. તેમની પર હું ગુસ્સો કરી રહ્યો છુ. આ માટે હું શુટીંગમાં જતા પહેલા રામની તસ્વીર સમક્ષ માફી માંગીને જતો અને આવીને પ્રાયશ્વિત વ્યક્ત કરતો હતો. બસ આ જ કારણથી મોરારી બાપુની ઉપસ્થિતીમાં ભગવાન રામની મુર્તી ઘરમાં જ સ્થાપના કરી હતી. અને ત્યારથી હું રામની પુજા કરીને કહેલા ખરાબ વેણની માફી માંગવા રુપ પુજા કરુ છું. જોકે લંકેશ તો આ દુનિયામાં રહ્યા નથી પરંતુ તેઓ એ શરુ કરેલી પરંપરાને તેમના પરિવારે જાળવી રાખી છે. તેમના પરિવારે પિતાની રામ પ્રત્યેની અપાર શ્રદ્ધા અને તેમના પરિવારને ઓળખ અપવનાર રામાયણની યાદોને હંમેશા તાજી રાખવા પ્રયાસ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube