અનોખો વિરોધ: ‘ હિટલરશાહી સરકારના ત્રાસથી આ બાઇકે આત્મહત્યા કરી’
લોકોએ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ટ્રાફિક નિયમો અંગે કડક કરવા અંગે નાગરિકો અલગ-અલગ નુશકાઓ અપનાવીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે સરકારના આ ટ્રાફિક નિયમોના દંડની રકમને લઇને જામનગરના નાગરિકો દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો હતો.
મુસ્તાક દલ/જામનગર: શહેરના લોકોએ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ટ્રાફિક નિયમો અંગે કડક કરવા અંગે નાગરિકો અલગ-અલગ નુશકાઓ અપનાવીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે સરકારના આ ટ્રાફિક નિયમોના દંડની રકમને લઇને જામનગરના નાગરિકો દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોએ વિરોધમાં બાઇકને જાહેર રસ્તાઓ પર આત્મહત્યા કરી હોય તેવા દ્રશ્યો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.
જાહેર જનતાએ આરટીઓ દ્વારા લેવામાં આવતા દંડની રકમનો અનોખો વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી અધધ દંડની રકમ એકઠી કરવા માટે જાહેરમાં ભીખ માંગીનો લોકોએ વિરોધ કર્યો હતો. જ્યારે એક વાહન પર સફેદ કલરનું કપડુ ઢાકીને તેને ફૂલનો હાર પહેરાવીને પોસ્ટર માર્યું હતું, કે ‘હિટલરશાહી સરકારના ત્રાસથી આ વાહને આત્મહત્યા કરી છે.’
સ્ટેચ્યુ ઓફ યુનિટ બેટમાં ફેરવાતા મનમોહક દ્રશ્યો, જુઓ Video
મહત્વનું છે, સ્વૈચ્છિક સંસ્થાઓ અને આગેવાનોને એક જ માંગ કરી રહ્યા છે કે આ પ્રકારના કડક કાયદાઓથી શહેરીજનોને ભારે સમસ્યાનો સામનો કરવો પડશે અને કાયદાઓની દંડની રકમ જૂની હતી એ પ્રમાણે કરી તેમજ નવા કાયદામાં થોડી રાહત આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
જુઓ Live TV:-