• ઘરનું ભાડું અને કરીયાણુ ખરીદવું મુશ્કેલ બનતાં શ્રમિક વર્ગ વતન ભણી નીકળી પડ્યો છે

  • શ્રમિકોને ગયા વર્ષના જેવું લોકડાઉન લાગવાનોનો સતત ભય લાગી રહ્યો છે


ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતમાં વર્ષ પહેલા જેવ દ્રષ્યો જોવા મળ્યા હતા તેવા જ દ્રશ્યો હવે ફરી જોવા મળી રહ્યાં છે. લોકોમાં ફરીથી ડર ભરાયો છે. જોકે, આ વખતે જે બેફામ રીતે કોરોનાના કેસ અને દર્દીઓના મોત થઈ રહ્યાં છે તે ચોંકાવનારા છે. લોકોમાં રીતસરનો ફફડાટ છે. આ બીકથી ફરીથી લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરવા લાગ્યા છે. અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાંથી લોકડાઉનના ભયથી પરપ્રાંતિય લોકોએ વતનની વાટ પકડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ રેલવે સ્ટેશન પર લોકો ઉમટ્યા 
રાત્રિ કર્ફ્યુ લાગતાં લોકોના ધંધા રોજગાર ઠપ્પ થયા છે. તો બીજી તરફ, કોઇ કામ ન હોવાથી રોજગારી માટે અન્ય રાજ્યોમાંથી આવેલા પરિવાર બેરોજગાર બન્યા છે. ઉપરથી ગમે ત્યારે લોકડાઉન આવે તેવી લોકોમાં ભરાઈ ગઈ છે. ઘરનું ભાડું અને કરીયાણુ ખરીદવું મુશ્કેલ બનતાં શ્રમિક વર્ગ વતન ભણી નીકળી પડ્યો છે. શ્રમિકોને ગયા વર્ષના જેવું લોકડાઉન લાગવાનોનો સતત ભય લાગી રહ્યો છે. લોકડાઉન લાગે તે પહેલાં વતન પહોંચવા માટે લોકો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ઉમટ્યા છે.  


આ પણ વાંચો : કોરોનાગ્રસ્ત પિતાનું મોત થતા પુત્રીના હૈયાફાટ રૂદનથી સૌની આંખ ભીંજાઈ, ‘હજુ થોડીવાર મને મારા પપ્પાને જોવા દો....’



સુરતમાં બસો હાઉસફુલ 
પહેલા લોકડાઉનમાં સૌથી વધુ માઈગ્રન્ટ્સ સુરત અને અમદાવાદમાંથી ગયા હતા. આ માટે ગુજરાત સરકારે વિવિધ રાજ્યોમાં માઈગ્રન્ટ્સ માટે ટ્રેનો પણ દોડાવી હતી. ત્યારે હવે સુરતમાં ફરીથી બસો હાઉસફુલ થઈ રહી છે. એક તરફ કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે, તો તો બીજી તરફ સુરતમાં ઠસોઠસ ભરીને બસો જઈ રહી છે. શું સુરત માટે આ બસો કોરોના બોમ્બ સાબિત થઈ શકે છે. કાયદાનુ પાલન કરવામાં જીએસઆરટીસીની બસો નિષ્ફળ થઈ રહી છે. સંપૂર્ણ ભરેલી બસોમા પણ લોકો ચઢવા ધક્કા મુક્કી કરી રહ્યાં છે.  


આ પણ વાંચો : અમદાવાદ સિવિલમાં એમ્બ્યુલન્સની લાઈનો પડી, એક ગાડીમાં 5 થી 7 કોરોના દર્દીઓ આવી રહ્યાં છે