અમદાવાદ : અમદાવાદના મ્યુનિસિપલ કમિશર વિજય નેહરાએ આજે પોતાના પોતાના ફેસબુક લાઇવમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારે દુકાનો ખોલવાની મંજૂરી ભલે આપી દીધી, પરંતુ અમદાવાદમાં ત્રીજી મે સુધી એટલે કે લોકડાઉન પૂરું ના થાય ત્યાં સુધી જીવનજરુરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ જ રહેશે. તેમણે માહિતી આપી છે કે આ વિશેની સૂચના પોલીસને પણ આપી દેવાઈ છે. જોકે, જે લોકો દુકાન ચાલુ રાખવા માગતા હોય તેમણે કોર્પોરેશનનો સંપર્ક કરવાનો રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજય નેહરાના આ નિર્ણયને લોકોએ સોશિયલ મીડિયામાં વધાવી લીધો હતો. લોકોએ સોશિયલ મીડિયામાં તેમના વખાણ કરીને ભરપુર ટેકો પણ આપ્યો હતો. વિજય નેહરાએ જણાવ્યું હતું કે, જેમને દુકાન ખોલવી હોય તેઓ માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા કોર્પોરેશનની ટીમ તેના પર નજર રાખશે.





અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોનો ડબલિંગ રેટ ચાર દિવસથી લંબાઈને આઠ દિવસનો થયો હોવાની જાણકારી આપતા મ્યુ. કમિશનરે કહ્યું હતું કે જો દુકાનો ખોલાય તો ઈન્ફેક્શનના ફેલાવામાં વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં હાલ રિકવરી રેટ 10 ટકા ઉપર થઈ ગયો છે અને તે મૃત્યુદર કરતાં બમણો થયો છે.