ભરત ચૂડાસમા/ભરૂચ :અંકલેશ્વરના સાગબારા ફાટક પાસે આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઝાડ પર લટકી યુવાને આપઘાત કર્યો, ત્યારે લોકો તેની આગળ ઉભા રહી સેલ્ફી લઈ રહ્યા હતા. સોશિયલ મીડિયાની લ્હાયમાં લોકો મોતનો મલાજો પણ જાળવી શક્યા ન હતા. આ ઘટનાની જાણ થતા જ વહેલી સવારે ગ્રામજનો દોડી આવ્યા હતા. દઢાલ ગામના યુવાનેનો મૃતદેહ ઝાડ પર લટકતો જોઈ લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરંતુ સોશિયલ મીડિયાના તૂતે મોતનો પણ મલાજો ના જાળવ્યો. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે મંત્રી કેવડિયા કોલોની ગયા, પરંતુ તેજસ ટ્રેનના કાર્યક્રમમાં ન આવ્યા, અંતે CMએ આપી લીલીઝંડી


ડરના માર્યે ધ્રૂજ્યા નિર્ભયાના આરોપીઓના હાથપગ, શિફ્ટ કરાયા ફાંસીવાળા બેરેકમાં...


બનાવની જાણ તાલુકા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતક યુવાને કયા કારણસર આપઘાત કર્યો તે બહાર આવ્યું નથી. પરંતુ આપઘાતની ઘટના સમયે સોશિયલ મીડિયાની ધેલછામાં લોકોની માનસિક વિકૃતિ સામે આવી હતી, જે સેલ્ફી સ્વરૂપે નજરે પડી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક